'લવરાત્રિ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ, ડાંડિયા રાસ કરતાં જોવા મળ્યા આયુષ શર્મા અને વારિના હુસૈન

'લવરાત્રિ' ગુજરાતમાં બનાવવામાં આવેલી એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા કરી રહ્યાં છે, જે ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ'ના નિર્દેશક અલી અબ્બાઝ જફરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 14, 2018, 11:48 AM IST
'લવરાત્રિ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ, ડાંડિયા રાસ કરતાં જોવા મળ્યા આયુષ શર્મા અને વારિના હુસૈન

નવી દિલ્હી: સલમાન ખાન ટૂંક સમયમાં પોતાની બનેવી એટલે કે આયુષ શર્માને પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં લોંચ કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં સલમાને આ ફિલ્મની હિરોઇનનો ખુલાસો ખૂબ રસપ્રદ અંજામાં કર્યો અને હવે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ સામે આવી ગયું છે. પોસ્ટરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઇ છે. આયુષ શર્મા અને વારિન હુસૈનની આ ફિલ્મ આ વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. સલમાન ખાન ફિલ્મ્સના ટ્વિટર હેંડલે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. 

આ પોસ્ટરમાં આયુષ અને વારિના ડાંડિયા સાથે ગરબાના પોઝમાં જોવા મળી રહ્યાં છે. આ રોમેન્ટિક ફિલ્મ 'લવરાત્રિ'નું પોસ્ટર સલમાન ખાને પણ શેર કર્યું છે. સલમાન ખાને તેને પોતાના ફેન્સને વેલેન્ટાઇન ગિફ્ટ તરીકે આપ્યું છે. સલમાન ખાને લખ્યું કે 'અ વેલેન્ટાઇન ડે પર બધાને કહો 'લવરાત્રિ;.

તમને જણાવી દઇએ કે 'લવરાત્રિ' ગુજરાતમાં બનાવવામાં આવેલી એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા કરી રહ્યાં છે, જે ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ'ના નિર્દેશક અલી અબ્બાઝ જફરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આયુષ અને વારિના આ ફિલ્મ માટે ગરબાના સ્પેશિયલ ક્લાસ પણ લઇ રહ્યાં છે. તો બીજી તરફ સલમાનની વાત કરીએ તો તે હાલમાં પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. જ્યાં એકફર તે 'રેસ 3'ના શૂટિંગ માટે બેંકોક રવાના થઇ ચૂક્યા છે જ્યારે ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ 'ભારત'નું શૂટિંગ પણ શરૂ થનાર છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close