‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાક્કા પ્રેમીઓને એક ટંક જમવાનું ન ભાવે એવા સમાચાર

આ સિરિયલ વિશે મહત્વના સમાચાર આવ્યા છે

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 12, 2018, 11:18 PM IST
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાક્કા પ્રેમીઓને એક ટંક જમવાનું ન ભાવે એવા સમાચાર

મુંબઈ :સબ ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર નિભાવીને ઘરેઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ દિશા વાકાણી બહુ જલ્દી સત્તાવાર રીતે આ શો છોડી દેવાની છે એવી ચર્ચા છે. દિશા 2008થી આ શો શરૂ થયો ત્યારથી એની સાથે જોડાયેલી છે અને પણ હવે પોતાના કૌટુંબિક કારણોસર આ શોને અલવિદા કહી દેવાની છે.

દિશાએ મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે 2015ની 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. તેણે ગત સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લું શૂટિંગ કર્યું હતું. તેણે નવેમ્બર મહિનામાં સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને હવે તે હવે પોતાના બાળકને સમય આપવા માંગે છે. આ સંજોગોમા દિશાએ શો છોડવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં સર્જકો નવા ચહેરાની શોધમાં છે.

આ મામલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ જણાવ્યું છે કે 'શૂટિંગ બહુ ટફ હોય છે અને દિશાની દીકરી બહુ નાની હોવાથી તેને દિશાની જરૂર છે. અમે હજી તેની સાથે તે ક્યારે પરત ફરવાની છે એની ચર્ચા નથી કરી પણ આ દિશા આ શો છોડવાની છે એ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.'