સોનમના લગ્ન થશે મુંબઈમાં જ, વિચારી પણ ન શકાય એવા બે નામોને ખાસ આમંત્રણ

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથેના લગ્નની ચર્ચા જોરશોરમાં છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 05:51 PM IST
સોનમના લગ્ન થશે મુંબઈમાં જ, વિચારી પણ ન શકાય એવા બે નામોને ખાસ આમંત્રણ

મુંબઈ : હાલમાં બોલિ્વૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથેના લગ્નની ચર્ચા જોરશોરમાં છે. પહેલાં ચર્ચા હતી કે સોનમ અને આનંદ જોધપુર અથવા ઉદયપુરમાં લગ્ન કરવાના છે. એ પછી જિનીવાની પણ ચર્ચા હતી. હવે માહિતી મળે છે કે સોનમ અને આનંદ મુંબઈમાં જ 6 અને 7 મેના રોજ લગ્ન કરશે. સોનમની ફિલ્મ વીરે દી વેડિંગના રિલીઝ પહેલા જ આ લગ્ન કરી લેવાશે. 

આ ખાસ લગ્નમાં 150 લોકો જ શામેલ થશે. મુંબઈમાં એટલા માટે લગ્નનો પ્લાન કર્યો છે કે, જેથી કરીને વડીલોના આશીર્વાદ લઈ શકાય. મુંબઈમાં જ લગ્ન હોવાને કારણે કપૂર ફેમિલીમાં ખુશીની લાગણી છવાઈ છે. આ લગ્ન જુહૂ કે બાંદરાની હોટેલમાં થઈ શકે છે. 

PM મોદીને સ્વીડનમાં મળશે એવું સન્માન જે માત્ર મળ્યું છે ઓબામાને

આ લગ્નની સૌથી રસપ્રદ વાત છે કે લગ્ન માટે સૌથી પહેલાં બોલિવૂડમાં રણબીર કપૂર, કરીના કપૂર અને દીપિકા પાદુકોણને આમંત્રણ પણ પાઠવી દેવાયું છે. કરીના કપૂર તો હાલમાં સોનમ સાથે 'વીરે દે વેડિંગ'માં કામ કરી છે એટલે તેનું નામ હોય એ સ્વાભાવિક છે પણ રણબીર અને દીપિકાના નામ વિચારી ન શકાય એવા છે. 2007માં રણબીર અને સોનમે ફિલ્મ ‘સાંવરિયા’થી એકસાથે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને અફેરના સમાચારો પણ સામે આવ્યા. બાદમાં કરણ જોહરના ચેટ શોમાં સોનમે રણબીર પરનો પોતાનો ગુસ્સો ઠાલવ્યો. સામે રણબીરે પણ તેને ‘પ્લાસ્ટિક બ્યૂટી’ કહીને એક્ટિંગ શીખવાની સલાહ આપી દીધી. રણબીર અને સોનમ 'સાંવરિયા'ના શૂટિંગ વખતે નજીક આવી ગયા હતા પરંતુ ફિલ્મ રજૂ થયા પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. એવી ચર્ચા થવા માંડી કે બંને હવે એકબીજાને પસંદ નથી કરતા જેનું કારણ દીપિકા પાદુકોણ સાથે રણબીરની વધી રહેલી નિકટતા હતી.