પ્રિયા પ્રકાશ જ નહી, ક્લિપમાં દેખાતો આ છોકરો પણ કંઇ ઓછો નથી, જુઓ PICS

વીડિયોમાં રોશન જે પ્રકારે પ્રિયાના એક્સપ્રેશન પર બ્લશ કરે છે અને પોતાના મિત્રની સાથે હસવા લાગે છે તો તે એટલો જ નેચરલ લાગી રહ્યો છે જેટલી પ્રિયાનો અંદાજ અને આ કારણે જ બંનેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. 

પ્રિયા પ્રકાશ જ નહી, ક્લિપમાં દેખાતો આ છોકરો પણ કંઇ ઓછો નથી, જુઓ PICS

નવી દિલ્હી: થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેકી મલયાલમ ફિલ્મ 'ઉર અદાર લવ (Oru Adaar Love) નું ગીત હાલમાં લોકોને ખૂબ ગમી રહ્યું છે અને આ ગીતની નાનકડી ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ વીડિયોમાં નજરે પડતી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે તો સોશિયલ મીડિયા પર બધાના દિલ પર જાદૂ કરી લીધો પરંતુ ગીતમાં દેખાતો આ અભિનેતા રોશન અબ્દુલ રઉફ પણ લોકોને ખૂબ ગમી રહ્યો છે.

A post shared by Mohammed Roshan (@roshan_abdul_rahoof) on

જો કે, વીડિયોમાં રોશન જે પ્રકારે પ્રિયાના એક્સપ્રેશન પર બ્લશ કરે છે અને પોતાના મિત્રની સાથે હસવા લાગે છે તો તે એટલો જ નેચરલ લાગી રહ્યો છે જેટલી પ્રિયાનો અંદાજ અને આ કારણે જ બંનેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે રોશન પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે અને બંને આ ગીત પહેલાંથી જ મશહૂર થઇ ગયા છે. ફિલ્મના આ સીનમાં રોશન એક સિંપલ વિદ્યાર્થી નજરે પડે છે પરંતુ જો તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટાની વાત કરીએ તો અસલ જીંદગીમાં તે ખૂબ અલગ અને બિંદાસ પ્રકારનો માણસ છે.  

A post shared by Mohammed Roshan (@roshan_abdul_rahoof) on

તમને જણાવી દઇએ કે 26 સેકન્ડના વીડિયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

A post shared by Mohammed Roshan (@roshan_abdul_rahoof) on

ફિલ્મનું ગીત અને તેના ઇંસ્ટાગ્રામને જોઇ એવું લાગે છે કે તે અસલ જીંદગીમાં ખૂબ અલગ વ્યક્તિ છે. આ તસવીરોમાં તેમણે એક તસવીર પોતાની બહેન સાથે કરી છે, જેમાં તે પોતાની બહેનો અલગ-અલગ ચહેરા બનાવી રહી છે. તમને જણાવી દઇએ કે રોશન અભિનેતા હોવાથી સાથે-સાથે એક સારો ડાન્સર પણ છે. પ્રિયા અને રોશનની આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થશે પરંતુ ફિલ્મના ગીતે બંનેને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news