પ્રિયા પ્રકાશે ક્રિકેટરને બતાવ્યો એટીટ્યૂડ, કહ્યું-હું ફેંકેલી ચીજ નથી ઉઠાવતી

એક વીડિયોથી સેલિબ્રિટી બની ગયેલી પ્રિયા પ્રકાશ ફરી એકવાર ચર્ચામાં આવી છે. 

Haresh Suthar Haresh Suthar | Updated: Apr 17, 2018, 11:47 AM IST
પ્રિયા પ્રકાશે ક્રિકેટરને બતાવ્યો એટીટ્યૂડ, કહ્યું-હું ફેંકેલી ચીજ નથી ઉઠાવતી

અમદાવાદ : ફિલ્મ ઓરૂ અદાર લવના એક ટૂંકા વીડિયોથી સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર અભિનેત્રી પ્રિયા પ્રકાશ રાતોરાત સેલિબ્રિટી બની ગઇ હતી. પ્રિયાએ પોતાની મારકણી આંખોની અદાથી સૌને પોતાના ચાહક બનાવી દીધા હતા. માત્ર 26 સેકન્ડનો વીડિયો ચપોચપ વાયરલ થતાં ખાસ્સી ચર્ચાઓ ઉઠી હતી. એક ફિલ્મમાં કામ કરનારી પ્રિયા પ્રકાશ પાસે આજે અનેક ફિલ્મો અને એડ ફિલ્મની ઓફરો છે. હાલમાં ચાલી રહેલા આઇપીએલ ફિવર વચ્ચે ફરી એકવાર પ્રિયા પ્રકાશ ચર્ચામાં આવી છે. 

વાઈરલ ગર્લ પ્રિયાનો આ VIDEO જોયો? હસતાં હસતાં બેવડા વળી જશો!

ચિયર લીડરના ડ્રેસમાં દેખાતી પ્રિયા પ્રકાશે ચોકલેટની એડમાં ચમકી છે અને પોતાની અદાઓથી ફરી એકવાર ચાહકોને મોહિત કરી રહી છે. ટૂંકી એડમાં બોલ એની પાસે આવે છે અને ક્રિકેટર બોલ આપવાનું કહે છે ત્યારે પ્રિયા પોતાનો એટીટ્યૂડ બતાવતાં કહી દે છે કે, હું ફેંકેલી વસ્તુઓ નથી ઉઠાવતી. ચોકલેટની આ એડનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. એવું કહેવાય છે કે પ્રિયા ઇન્સ્ટાગ્રામ એન્ડોર્સમેન્ટનો એક વખતના રૂપિયા 8 લાખ જેટલો ચાર્જ વસૂલે છે. અંદાજે 54 લાખ જેટલા તેના ફોલોઅર્સ છે.

અગાઉ ફિલ્મ ઓરૂ અદાર લવના એક ગીતના ટૂંકા વીડિયોથી પ્રિયા પ્રકાશ રાતોરાત સેલિબ્રીટી બની ગઇ હતી. જેમાં તેની આંખોની અદાએ જાણે સૌ કોઇને ચાહક બનાવી દીધા હતા.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close