આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરશે પ્રિયા પ્રકાશ, રણવીર સિંહ સાથે જોવા મળશે
પ્રિયા પ્રકાશ વોરિયર રાતોરાત પોતાના એક વીડિયોથી દેશભરમાં ફેમસ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની અદાઓથી રાતોરાત સ્ટાર બની ગઇ અને ઘણા લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું. પ્રિયાનું કહેવું છે કે તે વીડિયો તેમની પહેલી ફિલ્મ 'Oru Addar Love' ના એક ગીતનો હતો. પ્રિયા આ ફિલ્મ દ્વારા સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે.

નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વોરિયર રાતોરાત પોતાના એક વીડિયોથી દેશભરમાં ફેમસ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની અદાઓથી રાતોરાત સ્ટાર બની ગઇ અને ઘણા લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું. પ્રિયાનું કહેવું છે કે તે વીડિયો તેમની પહેલી ફિલ્મ 'Oru Addar Love' ના એક ગીતનો હતો. પ્રિયા આ ફિલ્મ દ્વારા સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. તેમનો વીડિયો સોશિય મીડિયા પર વાયરલ થયા બાદ ઘણા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર્સની ફર્સ્ટ ચોઇસ બની ગઇ છે અને તે ટૂંક સમયમાં રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' વડે બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે.
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ.કોમમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર આ ફિલ્મનું પ્રોડક્શન કરણ જોહર કરી રહ્યાં છે અને તે ફિલ્મમાં પ્રિયાને લીડ અભિનેત્રીનો રોલ આપવા માંગે છે. ફિલ્મના નિર્માણકર્તાઓના નજીકના સૂત્રોના અનુસાર ફિલ્મમાં પ્રિયાનું પાત્ર મોટું નહી હોય, પરંતુ તે પોતાની અદાઓથી એક જ રાતમાં સોશિયલ મિડીયા સેંસેશન બની ગઇ હતી અને તે કારણે બોલીવુડની નજર પ્રિયા પર છે. તો બીજી તરફ જો કરણ જોહરની વાત કરીએ તો તેમણે પહેલાં પણ ઘણા નવા ચહેરાઓને પોતાની ફિલ્મોના માધ્યમથી ટેલેન્ટ બતાવવાની તક મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 'સિમ્બા' જૂનિયર એનટીઆરની ફિલ્મ 'ટેમ્પર'નું ઓફિશિયલ રીમેક છે. આ ફિલ્મમાં જૂનિયર એટીઆર સાથે કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મના બોલીવુડ રીમેકમાં પહેલીવાર રણવીર સિંહ અને રોહિત શેટ્ટી એક સાથે કામ કરતાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સિમ્બા આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવાની યોજના છે.