પ્રિયાનો બીજો પણ VIDEO થયો જબરદસ્ત વાઈરલ, જોઈને હ્રદય ધબકારા ચૂકી જશે

છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેટ પર અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે કરોડો યુવાઓના દિલ પર કબ્જો જમાવી દીધો છે. તેનો વીડિયો એટલો ઝડપથી વાઈરલ થયો કે તે રાતોરાત સ્ટારડમમાં મહાલતી થઈ ગઈ. 

Viral Raval Viral Raval | Updated: Feb 14, 2018, 09:51 AM IST
પ્રિયાનો બીજો પણ VIDEO થયો જબરદસ્ત વાઈરલ, જોઈને હ્રદય ધબકારા ચૂકી જશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેટ પર અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે કરોડો યુવાઓના દિલ પર કબ્જો જમાવી દીધો છે. તેનો વીડિયો એટલો ઝડપથી વાઈરલ થયો કે તે રાતોરાત સ્ટારડમમાં મહાલતી થઈ ગઈ. આ બધા વચ્ચે ફિલ્મમેકર્સ  પ્રિયા અને રોશન અબ્દુલ રઉફનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પણ પ્રિયાનો એકદમ કાતીલ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયો પ્રિયા અને રોશનની ફિલ્મ Oru Adaar Loveનું ઓફિશિયલ ટીઝર છે. 

ફિલ્મના આ ટીઝરમાં પ્રિયા અને રોશન ક્લાસ રૂમમાં બેઠેલા જોવા મળે છે. બંને એકબીજાને જોઈ રહ્યાં છે. ત્યારે જ પ્રિયા પોતાની આંગળીને કીસ કરીની રોશન તરફ ગનની જેમ બતાવીને સીધો રોશન પર નિશાન સાંધે છે. અને રોશન તરત જ પ્રિયાની આ અદાથી ઘાયલ થઈ જાય છે. અત્રે જણાવવાનું કે વેલેન્ટાઈન વીક પર ફિલ્મમેકર્સ દ્વારા શેર કરાયેલા આ વીડિયોને ગણતરીના કલાકોમાં ખુબ સફળતા મળી છે. અત્રે જણાવવાનું કે પ્રિયા અને રોશન આ ફિલ્મથી ડ્બ્યુ કરી રહ્યાં છે અને બંનેની આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. 

પ્રિયા અને રોશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ  વાઈરલ થઈ રહ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે આ વીડિયો બંનેની મલિયાલમ ફિલ્મનો છે અને ફિલ્મથી તેઓ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે આ ફિલ્મની વાર્તા સ્કૂલના સમયના પ્રેમને દર્શાવે છે અને વીડિયોમાં જે રીતે ઈશારામાં બંને એકબીજાને ટીઝ કરી રહ્યાં છે તેને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. પ્રિયાના ચાહકોમાં રાતોરાત વધારો થઈ રહ્યો છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close