Video : એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકાએ કર્યો ધમાકેદાર ડાન્સ, નિકે બનાવી લીધો વીડિયો

પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે ભારતીય રિવાજ પ્રમાણે રોકા સેરેમની કરી લીધી છે

Video : એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકાએ કર્યો ધમાકેદાર ડાન્સ, નિકે બનાવી લીધો વીડિયો

નવી દિલ્હી : બોલિવૂડમાં બહુ જલ્દી દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન થવાના છે. શનિવારે તેમની એન્ગેજમેન્ટ પાર્ટી હતી જેમાં ઘર-પરિવારના નજીકના મિત્રો શામેલ હતા. આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ડાન્સ કરી રહી છે અને આ વીડિયો નિકે બનાવ્યો છે. 

A post shared by @ ranbir_deepika_shahid_priyanka on

ઇન્સ્ટાગ્રામના એક ફેન પેજમાં આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે આ વીડિયો નિક શૂટ કરી રહ્યો છે અને પ્રિયંકા મિત્રો સાથે ડાન્સ કરી રહી છે. પ્રિયંકા સાથેની રોકા સેરિમની માટે ગુરુવારે રાત્રે નિક પોતાના માતા-પિતા સાથે ભારત પહોંચ્યો હતો અને તેણે પારંપરિક ભારતીય કપડાંમાં રિવાજ પ્રમાણે વિધિમાં ભાગ લીધો હતો. રોકા સેરિમની પછી શનિવારે રાત્રે શાનદાર પાર્ટી આપવામાં આવી હતી. 

આ પાર્ટીમાં સલમાન ખાન હાજર નહોતો પણ તેની બહેન અર્પિતા પોતાના પતિ આયુષ સાથે જોવા મળી હતી. પ્રિયંકા અને અર્પિતા વચ્ચે સારી મિત્રતા છે. આ પાર્ટીમાં મુકેશ અંબાણીએ પત્ની નીતા અને દીકરી ઇશા સાથે હાજરી આપી હતી. નોંધનીય છે કે આકાશ અંબાણી અને શ્લોકાની સગાઈ વખતે જ નિક અને પ્રિયંકાના સંબંધનો ખુલાસો થયો હતો. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news