VIDEO: રાજકુમાર રાવનો ગર્લફ્રેન્ડ સાથેનો આ વીડિયો થયો છે જબરદસ્ત વાઈરલ

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા હાલ બેંકોકમાં વેકેશન ગાળી રહ્યાં છે.

Viral Raval Viral Raval | Updated: Jan 1, 2018, 01:07 PM IST
VIDEO: રાજકુમાર રાવનો ગર્લફ્રેન્ડ સાથેનો આ વીડિયો થયો છે જબરદસ્ત વાઈરલ
તસવીર-ઈન્સ્ટાગ્રામ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા હાલ બેંકોકમાં વેકેશન ગાળી રહ્યાં છે. બંને સોશિયલ મીડિયા પર સારા એવા એક્ટિવ છે અને સતત પોતાના વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે  પત્રલેખા અને રાજકુમાર એક સાથે એક્તા કપૂરની વેબ સીરિઝ બોસ: ડેડ/અલાઈવમાં નજરે ચડ્યા હતાં. આ સીરિઝમાં રાજકુમારની એક્ટિંગ ખુબ વખણાઈ હતી. 

જો કે હાલ બંને જણ પોતાના કામમાંથી બ્રેક લઈને મજા માણી રહ્યાં છે. રાજકુમારે પત્રલેખા સાથેના એક ડાન્સનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યોછે. વીડિયોમાં પત્રલેખા અને રાજકુમાર રાવ અમિતાભ બચ્ચનના ગીત 'જુમ્મા-ચુમ્મા' પર ડાન્સ કરી રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે આ વર્ષે રાજકુમાર રાવની 6 ફિલ્મો રીલિઝ થઈ અને આ બધી ફિલ્મો ખુબ વખણાઈ હતી. એટલું જ નહીં રાજકુમાર રાવને આ વર્ષે અનેક એવોર્ડ્સ પણ મળ્યાં છે.  રાજકુમાર અને પત્રલેખાએ ફિલ્મ સિટીલાઈટ્સમાં પણ એક સાથે કામ કર્યુ હતું. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close