લગ્નની ચર્ચાઓ વચ્ચે રણવીર અને દીપિકાએ લીધો મોટો નિર્ણય

આ જોડી ત્રણ ફિલ્મોમાં સાથે જોવા મળી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 16, 2018, 12:03 PM IST
લગ્નની ચર્ચાઓ વચ્ચે રણવીર અને દીપિકાએ લીધો મોટો નિર્ણય

મુંબઈ : ‘ગોલીયોં કી રાસલીલા : રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને  ‘પદ્માવત’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ચોથી ફિલ્મમાં સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે તેમણે યશરાજની ફિલ્મ સાઇન કરી છે. એક અહેવાલ અનુસાર ફિલ્મને મનીષ શર્મા ડાયરેક્ટ કરશે. 

હાલમાં રણવીર અને દીપિકા આ વર્ષા અંત સુધીમાં લગ્ન કરી લેવાના છે ત્યારે સાથે ફિલ્મ કરવાનો તેમનો નિર્ણય મોટો નિર્ણય ગણી શકાય. આ ફિલ્મ માટે દીપિકા અને રણવીર બહુ જ ઉત્સાહમાં છે અને આ ફિલ્મ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણનો પરિવાર લગ્નની ડિઝાઇનને લઇને ટીમ સાથે વાત કરી શકે છે. જોકે તેમના લગ્ન વિશે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સમાચારોનું માનીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પેરેંટ્સ પણ લગ્ન માટે રાજી છે અને એકદમ ખુશ પણ છે અને આ વર્ષના અંત સુધી બંને લગ્નના બંધનમાં બંધાશે. 

સોનમના લગ્ન થશે મુંબઈમાં જ, વિચારી પણ ન શકાય એવા બે નામોને ખાસ આમંત્રણ

હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો હતો કે તે લગ્ન માટે તૈયાર છે અને તે પોતાની જાતને વર્કિંગ વાઇફ અને માતાના રોલમાં જોઈ શકે છે. હાલમાં દીપિકાએ જર્નાલિસ્ટ અનુપમા ચોપડાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું કે 'લગ્ન મારા માટે જીવનનો મહત્વનનો હિસ્સો્ છે. મેં મારા માતા-પિતાનું સુખી લગ્નજીવન જોયું છે અને હું પણ એવું જ જીવન જીવવા માગુ છું. મારા કામથી દૂર જવાનો નિર્ણય મારા જીવનનો મુશ્કેલ નિર્ણય હશે પણ મને લાગે છે કે ઘર, પરિવાર, માતા-પિતા અને લગ્ન માટે આ નિર્ણય જરૂરી છે. આજે હું મારી જાતને વર્કિંગ વાઇફ અને માતાના રોલમાં જોઈ શકું છું.'