કેવી છે 'પેડમેન' ? ક્લિક કરીને જાણો અને પછી જ લો જોવાનો નિર્ણય

ડિરેક્ટર આર. બાલ્કી અને અક્ષયકુમાર એક ગંભીર વિષયને સરળતાથી રજૂ કરવામાં સફળ રહ્યા છે

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 04:52 PM IST
કેવી છે 'પેડમેન' ? ક્લિક કરીને જાણો અને પછી જ લો જોવાનો નિર્ણય
'પેડમેન'થી ટ્વિન્કલ ખન્ના પહેલીવાર બની છે પ્રોડ્યુસર

નવી દિલ્હી : અક્ષયકુમારે પોતાની ફિલ્મ 'પેડમેન'ની રિલીઝ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ માટે આગળ વધારી દીધી હતી. હવે આજે ટ્વિન્કલ ખન્નાના પ્રોડક્શનમાં બની રહેલી પહેલી ફિલ્મ 'પેડમેન' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ મહિલાઓના પિરીયડ્સ તેમજ એના સાથે જોડાયેલી બીજા સમસ્યાઓ પર આધારિત છે. આ ફિલ્મ માસિક સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર સવાલ કરે છે. આ ફિલ્મના ડિરેક્ટર આર. બાલ્કી છે જ્યારે એમાં અક્ષયકુમાર, રાધિકા આપ્ટે તેમજ સોનમ કપૂર કામ કરી રહ્યા છે. 

શું છે વાર્તા?
લક્ષ્મીકાંત ચૌહાણ (અક્ષયકુમાર)ના નવાનવા લગ્ન થયા છે અને તેની પત્ની છે ગાયત્રી (રાધિકા આપ્ટે). લગ્ન પછી લક્ષ્મીકાંતને એ નથી સમજાતું કે તેની પત્નીને શું કામ મહિનાના પાંચ દિવસ ઘરની બહાર સુઈ જવું પડે છે. આ બંને વચ્ચે જ્યારે વાતચીત થાય છે ત્યારે તેને ખબર પડે છે કે આ દિવસો દરમિયાન તેની પત્ની ગંદુ કપડું વાપરે છે. લક્ષ્મીકાંતને ખબર પડે છે કે એ દિવસો દરમિયાન ગંદા કપડાં, રાખ કે છાલના ઉપયોગથી અનેક ખતરનાક રોગ થઈ શકે છે. આ વાત જાણીને લક્ષ્મીકાંત પોતે સેનેટરી પેડ બનાવવાના કામે લાગી જાય છે. આખી ફિલ્મમાં લક્ષ્મીકાંત પોતાની પત્ની તેમજ ગામની મહિલાઓને એ સમજાવાનો પ્રયાસ કરે છે કે સેનેટરી પેડનો ઉપયોગ અયોગ્ય નથી. 

padman, akshay kumar

શું છે ખાસ?
ડિરેક્ટર આર. બાલ્કી અને અક્ષયકુમારની આ ફિલ્મ આમ તો ગંભીર વિષય પર બની છે પણ એને સરળતાથી રજૂ કરવામાં આવી હોવાથી ઉપદેશાત્મક નથી બની જતી. 'પેડમેન'ની સરખામણી 'ટોઇલેટ એક પ્રેમકથા' સાથે કરવામાં આવે છે પણ આ બંને ફિલ્મો સાવ અલગ છે. અક્ષયે ઇમાનદારીથી તેનું લક્ષ્મીકાંતનું પાત્ર ભજવ્યું છે. અક્ષયની પત્નીનો રોલ કરી રહેલી એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ જબરદસ્ત એક્ટિંગ કરી છે. પોતાના દરેક ભાવને રાધિકાએ શાનદાર રીતે રજૂ કર્યા છે. આ ફિલ્મનો ક્લાઇમેક્સ થોડો લાંબો લાગે છે. પેડમેનની વાત કરીએ તો આ એક ગંભીર વિષય પર આ ફિલ્મ સાદગીભરી રીતે બનાવવામાં આવી છે.‪