વિદ્યા બાલન બાદ હવે ઋચા એડલ્ટ સ્ટારની ભૂમિકામાં જોવા મળશે

ઋચા 1990ના દાયકાની મશહૂર મલિયાલમ અભિનેત્રી શકીલાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Viral Raval Viral Raval | Updated: Mar 8, 2018, 06:17 AM IST
વિદ્યા બાલન બાદ હવે ઋચા એડલ્ટ સ્ટારની ભૂમિકામાં જોવા મળશે

નવી દિલ્હી: વિદ્યા બાલનની ફિલ્મ 'ડર્ટી પિક્ચર'ની સફળતા બાદ હવે અભિનેત્રી ઋચા ચઢ્ઢા પણ મોટા પડદે કઈક એવું જ કરવા જઈ રહી  છે. ઋચા 1990ના દાયકાની મશહૂર મલિયાલમ અભિનેત્રી શકીલાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શકીલા કેરળની હતી અને તેણે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓની અનેક એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. બાયોપિકમાં શકીલના 16 વર્ષની આયુમાં ફિલ્મ જગતમાં પર્દાપણના સમયની તેના જીવનની કહાની દર્શાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે વિદ્યા બાલને ફિલ્મ ડર્ટી પિક્ચરમાં એડલ્ટ ફિલ્મ સ્ટાર સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવી હતી.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર ઋચાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ફિલ્મ 1990ના દાયકાથી મલિયાલમ સિનેમાની સૌથી પ્રસિદ્ધ કલાકારમાંની એક શકીલાની કહાની છે. જેણે ફિલ્મ જગતમાં ખુબ પ્રસિદ્ધિ હાંસલ કરી. તેના પ્રશંસકો દુનિયાભરમાં ફેલાયેલા હતાં. અત્રે જણાવવાનું કે શકીલાની ફિલ્મો માત્ર ભારતની જ અનેક ભાષાઓમાં નહીં પરંતુ ચાઈનીઝ, નેપાળી અને અન્ય ભાષાઓમાં પણ ડબ થતી હતી.

તેમણે કહ્યું કે ફિલ્મની પટકથા રોમાંચક છે અને તેની વાર્તા દર્શકોને જરૂર ગમશે. ફિલ્મની તૈયારીઓ જલદી શરૂ થઈ જશે અને તેનું શુટિંગ એપ્રિલ કે મેના અંતમાં શરૂ થશે. ઈન્દ્રજીત લંકેશ દ્વારા નિર્દેશીત આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. નોંધનીય છે કે ફિલ્મનું નિર્દેશન કરી રહેલા ઈન્દ્રજીત લંકેશ, ગત વર્ષે હિંસાનો શિકાર થયેલી દિવંગત પત્રકાર ગૌરી લંકેશનો ભાઈ છે.
 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close