રણબીર-આલિયાની લવસ્ટોરીમાં આવી 'ખૂબસુરત વિલન'! આ છે નેક્સ્ટ ગર્લફ્રેન્ડ?

બોલિવૂડની ગોસિપની દુનિયામાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે

Updated: Jul 12, 2018, 02:07 PM IST
રણબીર-આલિયાની લવસ્ટોરીમાં આવી 'ખૂબસુરત વિલન'! આ છે નેક્સ્ટ ગર્લફ્રેન્ડ?

મુંબઈ : બોલિવૂડની ગોસિપની દુનિયામાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.  હાલમાં 'સંજૂ'ની સક્સેસ પાર્ટીમાં રણબીર એકલો પહોંચ્યો હતો અને તેની સાથે આલિયા નહોતી. મળતી માહિતી પ્રમાણે તેમની લવસ્ટોરી નવો ટ્વિસ્ટ આવી ગયો છે અને આ ટ્વિસ્ટ છે ખૂબસુરત વાણી કપૂર. યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ 'સમશેરા'માં રણબીર કપૂર અને વાણી કપૂર સાથે કામ કરી રહ્યા છે. આ બંનેની મુલાકાતો ધીરેધીરે વધી રહી છે. આ સંજોગોમાં રણબીરનું દિલ આલિયાના બદલે વાણીને જોઈને ધડકતું હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


બોલિવૂડમાં બધાને ખબર છે કે રણબીર લાંબો સમય કોઈ યુવતી સાથે જોડાઈ નથી શકતો. રણબીરે પોતે આ વાતને ઇન્ટરવ્યૂમાં સ્વીકારી છે.  તેના સંબંધો ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એટલો સમય જ પ્રગાઢ રહે છે. રણબીરનો દાવો છે કે તેના કારણે તેને ફિલ્મનું પાત્ર ભજવવામાં સરળતા રહે છે. રણબીર દરેક ફિલ્મ માટે નવા પરફ્યુમનો ઉપયોગ કરે છે. આવું જ કંઈક તે રિલેશનશીપ સાથે કરે છે. 

અત્યાર સુધી રણબીરનું નામ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોડાઈ ચુક્યું છે. હવે આ યાદીમાં વાણી કપૂરનું નામ ઉમેરાયું છે. છેલ્લા કેટલાક સમયથી રણબીર અને આલિયાના અફેરના સમાયાર બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો હતો. આ બંને 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરી રહ્યા છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ પુરું થવાની અણી પર છે ત્યારે રણબીરના જીવનમાં નવી પ્રેમિકાનું સ્થાન વાણી કપૂરને મળે એવી પુરેપુરી શક્યતા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close