જન્મદિવસે 'બાહુબલી' પ્રભાસ ચાહકોને આપશે બહુ મોટી સરપ્રાઇઝ?

ફિલ્મ બાહુબલી દ્વારા દર્શકોને પોતાના ચાહક બનાવી દેનાર પ્રભાસનો જન્મદિવસ આવી રહ્યો છે

જન્મદિવસે 'બાહુબલી' પ્રભાસ ચાહકોને આપશે બહુ મોટી સરપ્રાઇઝ?

મુંબઈ : ફિલ્મ બાહુબલી દ્વારા દર્શકોને પોતાના ચાહક બનાવી દેનાર પ્રભાસનો જન્મદિવસ આવી રહ્યો છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસના જન્મદિવસને લઈ તેમના ફેન્સ ઉત્સાહિત છે. જો કે સાથે જ ફેન્સને સવાલ છે કે આ જન્મદિવસે પ્રભાસ શું કરવા જઈ રહ્યા છે. 23 ઓક્ટોબરના દિવસે પ્રભાસનો જન્મદિવસ છે. ગત વર્ષે પ્રભાસે પોતાના જન્મદિવસે અપકમિંગ ફિલ્મ 'સાહો'નું પોસ્ટર લોન્ચ કર્યું હતું. ત્યારે ચાહકોને અપેક્ષા છે કે આ વર્ષે પણ પ્રભાસના જન્મદિવસે સાહો અંગે કોઈ જાહેરાત થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે બાહુબલી ટુ બાદ પ્રભાસની ફિલ્મ 'સાહો'ની લોકો રાહ જોઈ રહ્યા છે. બાહુબલીની જેમ જ આ ફિલ્મ ભારત અને વિશ્વભરના ફેન્સ માટે હિંદી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં રિલીઝ થવાની છે. રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ બાહુબલી બાદ પ્રભાસની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. 

'સાહો'માં બોલિવૂડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને પ્રભાસ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. સિલ્વર સ્ક્રીન પર પહેલીવાર આ બંનેની જોડી જોવા પણ લોકો ઉત્સાહિત છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news