સોનાક્ષી સિન્હાએ અમેઝન પર મગાવ્યા 18,000ના હેડફોન, જૂઓ શું આવ્યું બોક્સમાં

સોનાક્ષીએ ઓનલાઈન હેડફોન મગાવ્યા હતા અને જ્યારે તેણે ઘરે આવેલું બોક્સ ખોલ્યું તો તેમાં સડેલો લોખંડનો ટૂકડો નિકળ્યો હતો, સોનાક્ષી સિન્હાએ જ્યારે આ પોસ્ટ શેર કરી તો લગભગ 9,000થી વધુ લોકોએ તેને લાઈ કરી હતી અને 1500થી વધુ લોકોએ તેની રીટ્વીટ કરી હતી 

સોનાક્ષી સિન્હાએ અમેઝન પર મગાવ્યા 18,000ના હેડફોન, જૂઓ શું આવ્યું બોક્સમાં

નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગ પર ખરીદી કર્યા બાદ ગ્રાહકોને ઘણી વખત પ્રોડક્ટને બદલે ઈંટનો ટૂકડો કે સાબુ મળે છે એવા સમાચાર અવાર-નવાર પ્રગટ થતા રહે છે. જોકે, બોલિવૂડની અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે આમ થાય ત્યારે વિશ્વાસ બેસે નહીં. જોકે, વાત સાચી છે. સોનાક્ષી સિન્હાએ ઓનલાઈન શોપિંગ સાઈટ અમેઝન પર હેડફોન મગાવ્યા હતા અને તે પણ રૂ.18,000ની કિંમતના. જોકે, તેને હેડફોનના બદલે લોખંડનો ટૂકડો મળ્યો હતો. 

સોનાક્ષી સિન્હાએ આ સમગ્ર છેતરપીંડીની સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સોનાક્ષીએ ટ્વીટર પર લખ્યું કે, 'અમેઝન, મેં બોસના હેડફોન્સનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જૂઓ તેના બદલે તમારા ત્યાંથી મને શુ્ં મળ્યું છે. પેકિંગ તો સારી રીતે કરેલું હતું. તેનું સીલ પણ વ્યવસ્થિત હતું. બહારથી જોવામાં તો એકદમ બોસના હેડફોન હોય એવું જ પેકિંગ હતું. તમારી કસ્ટમર સર્વિસ પણ મદદ કરવા માગતી નથી. તેનાથી વધુ ખરાબ શું હોઈ શકે છે.'

— Sonakshi Sinha (@sonakshisinha) December 11, 2018

સોનાક્ષીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બોક્સનો એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું કે, 'શું કોઈ રૂ.18,000માં આ ચમકતો લોખંડનો ટૂકડો ખરીદવા માગે છે? ચિંતા ન કરો, હું વેચી રહી છું, અમેઝન નહીં. આથી તમને એ જ મળશે જેનો તમે ઓર્ડર આપી રહ્યા છો.'

— Sonakshi Sinha (@sonakshisinha) December 11, 2018

સોનાક્ષીએ જ્યારે આ પોસ્ટ શેર કરી તો લગભગ 9000થી વધુ લોકોએ તેને લાઈક કરી હતી અને 1500થી વધુ લોકોએ રીટ્વીટ કરી હતી. સોનાક્ષીની આ ફરિયાદ બાદ અમેઝને તાત્કાલિ માફી માગતા તેને થયેલા ખરાબ અનુભવ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. 

— Sonakshi Sinha (@sonakshisinha) December 11, 2018

જોકે, હવે જોવાનું એ રહે છે કે સોનાક્ષીને તેણે મગાવેલા રૂ.18,000ના હેડફોન મળે છે કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news