શાહરૂખ ખાને વર્ષનાં પહેલા જ દિવસે આપી આવી ગીફ્ટ

શાહરૂખ ખાને આગામી ક્રિસમસ પર 2018માં રીલિઝ થનારી ફિલ્મ ઝીરોનું ટીઝર લોન્ચ કર્યું

શાહરૂખ ખાને વર્ષનાં પહેલા જ દિવસે આપી આવી ગીફ્ટ

નવી દિલ્હી : બોલીવુડનાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પોતાની આગામી ફિલ્મનું નામ જાહેર કરી દીધું છે. શાહરૂખે 2018નાં પહેા દિવસે પોતાની આગામી ફિલ્મનું ટીર પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું. આ ફિલ્મનું નામ ઝીરો (ZERO)છે. આ ફિલ્મનાં ડાયરેક્ટર આનંદ એલ રાય છે. આનંદ રાય પહેલા રાંઝણા, તનું વેડ્સ મનુ અને તનુ વેડ્સ મનુ રિટર્ન જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે.

Film zero

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો વર્ષ 2018નાં ક્રિસમસ પ્રસંગે રીલિઝ થશે. આ રીલીઝ ડેટ 21 ડિસેમ્બર, 2018 હશે. આ રિલીઝ ડેટ 21 ડિસેમ્બર, ફાઇનલની કહેવાઇ. એટલે કે આ વખતે ક્રિસમસ પર જ્યાં સલમાન ખાને ટાઇગર જિંદા હે દ્વારા ફેન્સનું દીલ પર રાજ કર્યું તો આવતા વર્ષે શાહરૂખ ખાનનો નંબર છે.

Film zero

ફિલ્મ જીરોનું ટીઝર ટ્વીટ કરતા શાહરૂખે લખ્યું કે, ટીકિટો માટે બેઠેલા છે લોકો મારા જીવનની શોધ કરી, તમાશો પણ થવો જોઇએ. ઝીરોનાં ટીઝમાં શાહરૂખને પાગલ આશીક, શાયર, મક્કાર, મેંટલ, દિલદાર, ધોખેબાજ, ખોટા, કમીના, મતલબી, છિછોરા, જોકર જેવા શબ્દોથી સંબોધિત કરવામાં આવે છે. ટીઝરમાં શાહરૂખ વેંતિયા સ્વરૂપે દેખાડવામાં આવ્યો છે. તે જુના ગીત તુમકો હમ પે પ્યાર આયા ગીત પર ઝુમતો જોવા મળે છે.

Film zero
ફિલ્મનું ટીઝર લોન્ચ કરતા આગામી ક્રિસમસે શાહરૂખ મચાવશે ધમાલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news