હીરો નહીં પરંતુ 'ઝીરો' બનીને હિટ શાહરૂખ, ગણતરીના કલાકોમાં મળ્યાં 80 લાખ વ્યૂઝ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન માટે ભલે વર્ષ 2017 બહુ સારુ ન રહ્યું  હોય પરંતુ વર્ષ 2018ની શરૂઆત તેણે પોતાની ફિલ્મના ટાઈટલને બતાવીને કરી. 

Viral Raval Viral Raval | Updated: Jan 2, 2018, 12:29 PM IST
હીરો નહીં પરંતુ 'ઝીરો' બનીને હિટ શાહરૂખ, ગણતરીના કલાકોમાં મળ્યાં 80 લાખ વ્યૂઝ
તસવીર-ટ્વિટર

નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન માટે ભલે વર્ષ 2017 બહુ સારુ ન રહ્યું  હોય પરંતુ વર્ષ 2018ની શરૂઆત તેણે પોતાની ફિલ્મના ટાઈટલને બતાવીને કરી. વાત જાણે એમ છે કે આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ખુબ ચર્ચામાં છે અને શાહરૂખના ચાહકો ફિલ્મનું નામ જાણવા માટે ખુબ આતુર પણ હતાં. કદાચ એટલે જ વર્ષ 2018ના પહેલા દિવસે શાહરૂખે ફેન્સને આ ગિફ્ટ આપી અને ફેન્સે પણ શાહરૂખની ફિલ્મના નામ અને ટીઝરને ખુબ  પસંદ કર્યું.

ગત વર્ષે રીલિઝ થયેલી શારૂખની ફિલ્મ જબ હૈરી મેટ સેજલ ભલે હિટ ન રહી પરંતુ હવે શાહરૂખના ચાહકો તેના નવા લૂક અને ઝીરો અવતારને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફક્ત 16 કલાકમાં શાહરૂખની ફિલ્મના ટીઝરને યુટ્યૂબ પર 2.7 મિલિયન વ્યૂઝ, ફેસબુક પર 3.1 મિલિયન અને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુટ્યૂબ પર શાહરૂખની ફિલ્મનું ટીઝર પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. 

આનંદ એલ રાયના જણાવ્યાં મુજબ આ એક એવી કહાની છે જે કોઈના જીવનની ખામીઓનો જશ્ન મનાવે છે. ટીઝરની શરૂઆતમાં શાહરૂખ એક લાંબા પહોળા માણસને પડકાર આપતા પાર્ટીમાં નાચતો જોવા મળી રહ્યો છે. ટીઝર એક ડાઈલોગ સાથે ખતમ થાય છે. જેમાં તે લોકો દ્વારા ખુબને ઝીરો બોલાવવા અંગે વાત કરી રહ્યાં છે. શાહરૂખને ફિલ્મમાં લેવા પર રાયે કહ્યું કે મારી પાસે ખાનસાહેબ સિવાય કોઈ વિકલ્પ ન હતો. કારણ કે મારે એક સમજદાર અભિનેતાની જરૂર હતી. જે હસતાં હસતાં બધુ કરી છૂટે.

ફિલ્મ આ વર્ષ 21 ડિસેમ્બરના રોજ રીલિઝ કરવામાં આવશે. ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની પણ ભૂમિકા હશે. પરંતુ ટીઝરમાં તેમની ભૂમિકા અંગે કશું જાહેર કરવામાં આવ્યું નથી. આ ત્રણેય કલાકારો આ અગાઉ જબ તક હૈ જાન ફિલ્મમાં એક સાથે જોવા મળ્યાં હતાં.