સુનિધિ ચૌહાણ માતા બની, નવા વર્ષે ઘરમાં નાનકડા મહેમાનની પધરામણી થઈ

જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ માતા બની છે. સુનિધિએ પહેલી જાન્યુઆરીના રોજ મુંબઈની સુર્યા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. 

Viral Raval Viral Raval | Updated: Jan 2, 2018, 09:39 AM IST
સુનિધિ ચૌહાણ માતા બની, નવા વર્ષે ઘરમાં નાનકડા મહેમાનની પધરામણી થઈ
તસવીર-ઈન્સ્ટાગ્રામ

મુંબઈ: જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ માતા બની છે. સુનિધિએ પહેલી જાન્યુઆરીના રોજ મુંબઈની સુર્યા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. સુનિધિ પ્રેગ્નેન્સી દરમિયાન લાઈમ લાઈટથી એકદમ દૂર રહી હતી. છેલ્લે તે ડબ્લિન સ્વેયરમાં એક શોમાં જોવા મળી હતી. તે વખતે તેને ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો. તેના આ લાઈવ શોમાં ઓડિયન્સ તેના પર્ફોર્મન્સથી ખુબ પ્રભાવિત થઈ હતી અને સુનિધિને સ્ટેન્ડિંગ ઓવિએશન પણ મળ્યું હતું. 

સુનિધિના આ કાર્યક્રમનું આયોજન વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું અને તે વખતની સુનિધિની તસવીરો પણ ખુબ વાઈરલ થઈ હતી. સુનિધિ અનારકલી સૂટમાં જોવા મળી હતી. સુનિધિએ પહેલી જાન્યુઆરીના રોજ સાંજે 5.20 વાગ્યે પુત્રને જન્મ આપ્યો. સુનિધિની ગાઈનેકોલેજિસ્ટ રંજના ધાનૂએ આ જાણકારી આપી. 

અત્રે જણાવવાનું કે સુનિધિએ મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતાં. પુત્રના જન્મથી બંને ખુબ ખુશ છે. નોંધનીય છે કે હાલમાં જ સુનિધિનું એક ગીત રીલિઝ થયું છે. આ ગીત તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ વાજપેયીની નવી ફિલ્મ 'અય્યારી' માટે ગાયુ છે. ફિલ્મના આ ગીતને સિદ્ધાર્થ અને લીડ એક્ટ્રેસ રકુલ પર ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મનું આ ગીત રોમેન્ટિક છે અને તેનું નામ 'લે ડૂબા' છે. ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે.