લો બોલો : આ હિરોઇન પડદા પર કિસ કરે કે ન્યૂડ થઈ જાય તો પણ ગુજરાતી પતિને નથી કોઈ વાંધો!

તેણે ઇન્ટરવ્યૂમાં પહેલીવાર પોતાના લગ્ન વિશે સ્પષ્ટ વાતચીત કરી હતી

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 11:20 AM IST
લો બોલો : આ હિરોઇન પડદા પર કિસ કરે કે ન્યૂડ થઈ જાય તો પણ ગુજરાતી પતિને નથી કોઈ વાંધો!

મુંબઈ : બોલિવૂડની સુપરહોટ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ  જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરી હતી કે તેણે 2015માં જ અક્ષય ઠક્કર સાથે ઈટાલીમાં લગ્ન કર્યાં હતાં. સુરવીનનો પતિ બિઝનેસમેન છે. હાલમાં સુરવીને ઇન્ટરવ્યૂમાં પહેલીવાર પોતાના લગ્ન વિશે સ્પષ્ટ વાતચીત કરી હતી. તેણે કહ્યું કે તેના કરિયરમાં લગ્ન પછી કશો જ બદલાવ આવ્યો નથી. હવે એ દિવસો ગયા જ્યારે એક્ટ્રેસ પહેલા પોતાના પ્રોફેશનલ ગોલ્સ પૂરા કરતી હતી અને પછી લગ્ન કરતી હતી.

Video : સલમાન રાતના 2 વાગ્યે એવું કામ કરતો ઝડપાયો જે નથી કરતું કોઈ

લગ્ન પછી પોતાના વલણ વિશે સ્પષ્ટતા કરતા સુરવીને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે ‘લગ્ન કરવાની એક ઉંમર હોય છે. હું મારા સહકલાકારને કિસ કરી શકું છું અને કેમેરા સામે ન્યૂડ પણ થઈ શકું છું. જો ફિલ્મની વાર્તાને ન્યાય આપવાનો હોય તો કિસિંગ સીન કરવામાં મને કોઈ જ વાંધો નથી. મારા પતિ હંમેશા મને સપોર્ટ કરશે. જો અમે બન્ને એકબીજા સાથે આટલા સહજ છીએ તો લગ્ન કરવામાં શું ખોટું છે? એક મહિલાને આથી વિશેષ શું જોઇએ?’

Surveen Chawla

પોતાના પતિ વિશે વાત કરતા સુરવીને જણાવ્યું હતું કે જ્યારે મને કોઈ સારી ફિલ્મ મળે છે ત્યારે અક્ષય મને તે ફિલ્મ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સુરવીન છેલ્લે ટીવી શો ’24’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ ‘તીન પહેલિયા’માં જોવા મળશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close