Total Dhamaal Trailer : મજેદાર ફિલ્મ છે ટોટલ ધમાલ, અજય દેવગનની ટીમ મચાવશે જંગલમાં ધમાલ

ટોટલ ધમાલ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર જોતાં એવું કહી શકાય કે સાચે જ આ ફિલ્મ ધમાલનો બોમ્બ છે. અજય દેવગનની ટીમ જંગલમાં ધમાલ મચાવતી દેખાય છે. 

Total Dhamaal Trailer : મજેદાર ફિલ્મ છે ટોટલ ધમાલ, અજય દેવગનની ટીમ મચાવશે જંગલમાં ધમાલ

નવી દિલ્હી : બોલીવુડમાં સિક્કવલ સિરીઝના દોરમાં ધમાલ મચાવવા માટે વધુ એક ફિલ્મ ટોટલ ધમાલ આવી છે. અજય દેવગનની ફિલ્મ ટોટલ ધમાલનું આજે ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર જોતાં એવું લાગી રહ્યું છે આ ફિલ્મ ખરેખર મજેદાર છે અને આ ફિલ્મમાં અજય દેવગનની ટીમ જંગલમાં ધમાલ મચાવતી દેખાઇ રહી છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ છે. અનિલ કપૂર અને માધુરી દીક્ષિત 18 વર્ષ બાદ ફરી એકવાર આ ફિલ્મમાં સાથે દેખાઇ રહ્યા છે. 

અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર પોસ્ટ કર્યા છે. 

— Ajay Devgn (@ajaydevgn) January 21, 2019

હોલીવુડના મંકીની એન્ટ્રી
અજય દેવગનની આ ફિલ્મમાં હોલીવુડના એક એવા પાત્રની એન્ટ્રી થઇ છે જેનો આ ફિલ્મમાં મહત્વનો રોલ છે. હોલીવુડની ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકેલ ફિમેલ મંકી ક્રિસ્ટલ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં અજય દેવગનના ખભા પર ક્રિસ્ટલ બેઠેલી દેખાય છે. 

— Ajay Devgn (@ajaydevgn) January 14, 2019

ફિલ્મમાં દેખાશે અનિલ માધુરીની જોડી
કોમેડી ફિલ્મ મસ્તી, ગ્રાન્ડ મસ્તી જેવી હીટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર ઇન્દ્રકુમારે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, સંજય મિશ્રા, જાવેદ જાફરી પણ છે. ફિલ્મ 22 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. અહીં નોંધનિય છે કે, લાંબા સમય બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ફરી એકવાર સાથે દેખાઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news