વિરૂષ્કાની ફર્સ્ટ એનિવર્સરી : જોડીના લગ્નમાં આ દાઢીવાળી વ્યક્તિનો છે ખાસ રોલ

એક વર્ષ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કાએ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા

વિરૂષ્કાની ફર્સ્ટ એનિવર્સરી : જોડીના લગ્નમાં આ દાઢીવાળી વ્યક્તિનો છે ખાસ રોલ

નવી દિલ્હી : આજે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નની પહેલી એનિવર્સરી છે. આ જોડીએ લાંબા ડેટિંગ પછી એક વર્ષ પહેલાં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. હાલમાં આ જોડી બહુ ખુશ છે. આ જોડીના લગ્ન વખતે આ દાઢીવાળી વ્યક્તિની બહુ ચર્ચા હતા. હકીકતમાં આ દાઢીધારી વ્યક્તિ અનુષ્કાનો ફેમિલી પંડિત  છે અને વિરૂષ્કાના લગ્ન આ પંડિતે જ કરાવ્યા છે. 

લગ્ન વખતે અનુષ્કા સાથે જે ફેમિલી પંડિતને જોવામાં આવ્યા હતો તે આ પહેલાં પણ અનુષ્કા અને વિરાટ સાથે દેહરાદુનમાં દેખાયો હતો. આ પંડિતે જ અનુષ્કા અને વિરાટની પૂજા કરાવી હતી. 

હાલમાં અનુષ્કા પહેલી એનિવર્સરીના સેલિબ્રેશન માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. હકીકતમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ સંજોગોમાં સેલિબ્રેશન માટે અનુષ્કા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. અનુષ્કાએ આ ટ્રિપ કેટલાક મહિના પહેલા જ પ્લાન કરી લીધી હતી. હાલમાં વિરૂષ્કા ખુશીખુશી પોતાનો સમય પસાર કરી રહ્યા છે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news