16 વર્ષની પુત્રીના Kissing સીન પર ભડકી આ અભિનેત્રીની મા, સેટ પર મચાવ્યો હંગામો

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મો અને સીરિયલમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી જન્નત જુબિર રહમાની હાલમાં સીરિયલ 'તૂ આશિકી'માં જોવા મળી રહી છે. આ સીરિયલમાં જન્નત, પંક્તિનું પાત્ર ભજવી રહી છે અને હાલમાં સીરિયલમાં પંક્તિ અને અહાનની લવ સ્ટોરી જોવા મળી રહી છે. પરંતુ આ લવ સ્ટોરી દરમિયાન કંઇક એવું થઇ ગયું કે જન્નતની મમ્મી ગુસ્સાથી લાલઘૂમ થઇ ગઇ. જો કે શોમાં પંક્તિ અને અહાન વચ્ચે કેટલાક રોમાંસ શૂટ કરવામાં આવ્યા, જે તેની મમ્મીને ક્યારેય પસંદ નથી.  

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 13, 2018, 12:38 PM IST
16 વર્ષની પુત્રીના Kissing સીન પર ભડકી આ અભિનેત્રીની મા, સેટ પર મચાવ્યો હંગામો
(જન્નત અને તેની માતાનો ફોટો @jannatzubair29/Instagram પરથી લેવામાં આવ્યો છે)

નવી દિલ્હી: ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મો અને સીરિયલમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી જન્નત જુબિર રહમાની હાલમાં સીરિયલ 'તૂ આશિકી'માં જોવા મળી રહી છે. આ સીરિયલમાં જન્નત, પંક્તિનું પાત્ર ભજવી રહી છે અને હાલમાં સીરિયલમાં પંક્તિ અને અહાનની લવ સ્ટોરી જોવા મળી રહી છે. પરંતુ આ લવ સ્ટોરી દરમિયાન કંઇક એવું થઇ ગયું કે જન્નતની મમ્મી ગુસ્સાથી લાલઘૂમ થઇ ગઇ. જો કે શોમાં પંક્તિ અને અહાન વચ્ચે કેટલાક રોમાંસ શૂટ કરવામાં આવ્યા, જે તેની મમ્મીને ક્યારેય પસંદ નથી.  

આ સીરિયલમાં પંક્તિના રોલમાં જન્નત ઝુબેર રહેમાની અને અહાનના રોલમાં રિત્વિક અરોડા જોવા મળી રહ્યાં છે. હાલ સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે અહાન, પંક્તિના સિંગર બનવાના સપનાને પુરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. આ દરમિયાન આ બંને વચ્ચે લવ-સીન બતાવવામાં આવી રહ્યો છે. સ્પોર્ટબોયના જણાવ્યા અનુસાર જન્નતની માતાને આ પસંદ નથી. વેબસાઇટે એકસૂત્રના હવાલેથી સમાચાર આપ્યા છે કે જન્નતની માતા સીરિયલમાં આ પ્રકારની સીનમાં થોડી મર્યાદાઓ ઇચ્છે છે. 

આ વેબસાઇટના અનુસાર અહાન અને પંક્તિ વચ્ચે એક Kissing સીન શૂટ કરવાનો હતો. પરંતુ પંક્તિની માતાને તેનાથી વાંધો હતો, અને તેમણે પ્રોડ્યૂસર્સની સમક્ષ પોતાની વાત રાખી. પરંતુ જ્યારે પ્રોડ્યૂસરે જન્નતની માતાની વાત માની નહી તો તેમની વચ્ચે વાતચીત ઉગ્ર ચર્ચામાં બદલાઇ ગઇ. જો કે જન્નત ફક્ત 16 વર્ષની છે અને તેની માતા પોતાની પુત્રીને ઓનસ્ક્રીન વધુ ઇંટીમેટ સીન કરાવવા માંગતી નથી. તમને જણાવી દઇએ કે સીરિયલમાં જન્નતની માતાનું પાત્ર હિતેન તેજવાનીની પત્ની અને અભિનેત્રી ગૌરી પ્રધાન કરી રહી છે.