Video : સલમાન રાતના 2 વાગ્યે એવું કામ કરતો ઝડપાયો જે નથી કરતું કોઈ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોનું જ્યારે શૂટિંગ થતું હોય છે ત્યારથી જ આ ફિલ્મો ભારે ચર્ચામાં રહેતી હોય છે.

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 07:48 AM IST
Video : સલમાન રાતના 2 વાગ્યે એવું કામ કરતો ઝડપાયો જે નથી કરતું કોઈ

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોનું જ્યારે શૂટિંગ થતું હોય છે ત્યારથી જ આ ફિલ્મો ભારે ચર્ચામાં રહેતી હોય છે. સલમાનની આગામી ફિલ્મ છે ‘RACE 3’. હાલમાં આ ફિલ્મની ચારે તરફ ચર્ચા છે. હજી તો આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે પણ ફિલ્મના પોસ્ટર્સ અને ટીઝર ફેન્સને અને ખાસ કરીને ટીનેજરોમાં હોટફેવરિટ બની ગયા છે. ફિલ્મમાં સલમાનની સાથે જેકલીન ફર્નાન્ડીસ, અનિલ કપૂર, ડેઝી શાહ અને બોબી દેઓલ પણ છે. આ ફિલ્મને ભાઈજાન ખાસ ઈદના પ્રસંગે રિલીઝ કરશે.

ટિકિટ વહેંચણીના મામલે BJPમાં ઘમાસાણ, મીડિયા સામે પોક મોકીને રોયા નેતા

હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ અલી  ઝફરે રાતના 2 વાગ્યે પોતાના ટ્વિટર એકાઉન્ટથી સલમાનનો એક જુનો ફિલ્મ સુલ્તાનના શૂટિંગ વખતનો એક વીડિયો શેયર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન શાનદાર સ્ટન્ટ કરી રહેલો દેખાય છે. આ વીડિયોને શેર કરતા અલીએ લખ્યું કે, ‘જુઓ… સલમાન ભાઈ મને શું મળ્યું… ફિલ્મ સુલતાન દરમિયાન ટ્રેનિંગ સેશનનો એક વીડિયો.’ 

ઇદ પર સલમાનની સીધી ટક્કર પ્રિયા પ્રકાશ સાથે થશે.  પ્રિયા પ્રકાશ વોરિયરે માત્ર 18 વર્ષની વયે દેશમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. હકીકતમાં પ્રિયા મલયાલમ ફિલ્મ 'ઓરૂ અદાર લવ'થી એક્ટિંગની દુનિયામાં આવી છે. પ્રિયાની વધેલી લોકપ્રિયતાને જોતા તેની પહેલી ફિલ્મના નિર્માતાએ તેનો ફાયદો ઉઠાવવા આ ફિલ્મને મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, નિર્મતા તરફથી હજુ આ બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થશે. જો એવું થશે તો પ્રિયાનો સીધો સામનો સલમાન ખાન સાથે થશે. આ વર્ષે ઈદ પર સલમાન ખાનની એક્શન થ્રિલર ‘રેસ 3’ પણ રિલીઝ થઈ રહી છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close