હવે લોકો વિદ્યા બાલનને યાદ કરશે 'ઇન્દિરા ગાંધી' તરીકે કારણ કે...

આ પ્રોજેક્ટમાં માત્ર વિદ્યા જ નહીં પણ તેનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ જોડાયેલો છે 

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 11, 2018, 03:14 PM IST
હવે લોકો વિદ્યા બાલનને યાદ કરશે 'ઇન્દિરા ગાંધી' તરીકે કારણ કે...

નવી દિલ્હી : ગયા વર્ષે 'તુમ્હારી સુલુ'માં દેખાયેલી વિદ્યા બાલન હવે પડદા પર વિદ્યા બાલન હવે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે જોવા મળશે. ફિલ્મી પડદે સિલ્ક સ્મિતાનો રોલ ભજવનારી આ એક્ટ્રેસને ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવાની ઇચ્છા હતી જે હવે શક્ય બને એમ છે. ગઈ કાલે આ દિશામાં તેણે પહેલું કદમ ભર્યું છે. વિદ્યા બાલન અને તેના પ્રોડ્યુસર પતિ સિદ્ધાર્થ રોય કપૂરે લેખિકા સાગરિકા ઘોષની બુક ‘ઇન્દિરા - ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર’ના રાઇટ્સ મેળવી લીધા છે. આ બુક પર ફિલ્મ બનવાની છે. 

સાગરિકા ઘોષની જાહેરાત 
ગઈ કાલે સાગરિકા ઘોષે પણ આ સોદાની જાણકારી ટ્વિટર પર આપી હતી. આ સંદર્ભમાં વિદ્યા બાલને એક નિવેદનમાં કહ્યું હતું કે આ બુકના રાઇટ્સ મેળવીને હું ખૂબ જ ખુશ છું. આ બુક પરથી વેબ-સિરીઝ બનાવવી કે ફિલ્મ એ હજી નક્કી નથી કર્યું, પણ એ વિશે થોડા સમયમાં નિર્ણય લેવામાં આવશે.

Vidhya Balan, Birtdhay Special, Happy Birthday, विद्या बालन, बर्थडे स्पेशल, हैप्पी बर्थडे

પતિનો સાથ
આ પ્રોજેક્ટમાં માત્ર વિદ્યા જ નહીં પણ તેનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ જોડાયેલો છે કારણ કે આ ફિલ્મનું પ્રોડક્શન તેના પતિનું પ્રોડક્શન હાઉસ કરી રહ્યું છે. 2005ના વર્ષમાં 'પરિણીતા'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર વિદ્યા અત્યાર સુધી 6 ફિલ્મફેર અવોર્ડ તેમજ એક નેશનલ અવોર્ડ જીતી ચૂકી છે.