શાહરૂખ સાથે ધમાકેદાર ફિલ્મ આપનાર હિરોઇન થઈ ગઈ છે 'આવી', લેટેસ્ટ Pic જોવા કરો ક્લિક

હાલમાં તેની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jun 13, 2018, 07:24 PM IST
શાહરૂખ સાથે ધમાકેદાર ફિલ્મ આપનાર હિરોઇન થઈ ગઈ છે 'આવી', લેટેસ્ટ Pic જોવા કરો ક્લિક

નવી દિલ્હી : એક્ટ્રેસ મહિના ચૌધરીએ 1997માં 'પરદેસ'માં શાહરુખ ખાનની હિરોઇન તરીકે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. ફિલ્મમેકર સુભાષ ઘાઈની આ ફિલ્મમાં તેણે કુસુમ ગંગાનો રોલ ભજવ્યો હતો. તેને આ રોલ કરવા માટે બેસ્ટ ડેબ્યુ ફિમેલ અવોર્ડ પણ મળ્યો હતો. 

Remember Mahima Chaudhary? Here's how she looks now
મહિમાની ગણતરી બોલિવૂડની નેકસ્ટ બિગ હિરોઇન તરીકે થવા લાગી હતી. તેની સરખામણી માધુરી દીક્ષિત સાથે થતી હતી. આ પછી તે ગણતરીની તેલુગુ તેમજ હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. મહિમાએ પોતાની કરિયર દરમિયાન શાહરૂખ ખાન, સંજય દત્ત, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી તેમજ અજય દેવગન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. 

જોકે, છેલ્લા કેટલાક સમયથી મહિમા બોલિવૂડમાં સક્રિય નથી. હાલમાં મહિમા ઘણા સમય પછી આર્ટિસ્ટ પ્રભાકર સિંહના આર્ટ શોમાં જોવા મળી હતી. આ ફંક્શનમાં મહિમા બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. 

(તસવીરો : યોગેન શાહ)

આ કાર્યક્રમમાં પુજા બેદી, શેફ સંજીવ કપૂર તેમજ રેખા રાણમા જેવી સેલિબ્રિટીઓ પણ હાજર રહી હતી. 

બોલિવૂડના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close