પૈચાન કૌન? : ટોચની હિરોઇન આ રીતે રહે છે ફિટ, તસવીર થઈ Viral

ચાહકોને વર્કઆઉટની આ તસવીર બહુ પસંદ આવી રહી છે

Updated: Jul 12, 2018, 01:18 PM IST
પૈચાન કૌન? : ટોચની હિરોઇન આ રીતે રહે છે ફિટ, તસવીર થઈ Viral

મુંબઈ : દીપિકા પાદુકોણ હાલમાં એક એડના શૂટ માટે મલેશિયામાં છે. તે સોશિયલ મીડિયા પર તસવીર શેયર કરીને ચાહકો સાથે સંપર્કમાં રહેતી હોય છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટા પર એક તસવીર શેયર કરી જેમાં તે શિર્ષાસનના પોઝમાં છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે - "upside down,inside out!!!"

 

upside down,inside out!!!🤪

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

પ્રિયંકાની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. ચાહકોને દીપિકાની વર્કઆઉટ કરતી આ તસવીર બહુ પસંદ પડી છે. હાલમાં દીપિકા મલેશિયા જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન દીપિકા બોયફ્રેન્ડ રણવીર સિંહની સાથે બહુ ખુશ જોવા મળી હતી. 

સમાચાર છે કે દીપિકા અને રણવીર સિંહ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ બંનેના લગ્ન નવેમ્બરમાં થવાની સંભાવના છે. દીપિકા અને રણવીરનું છેલ્લા પાંચ  વર્ષથી ડેટિંગ ચાલી રહ્યું છે. દીપિકા પાસે હાલમાં કોઈ નવી ફિલ્મનો પ્રોજેક્ટ પણ નથી. દીપિકાને હાલમાં તેના પરિવાર સાથે શોપિંગ કરતી જોવામાં આવી હતી જેના પગલે તેના લગ્નની ચર્ચાને વેગ મળ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close