વાઇરલ ગર્લ પ્રિયા પ્રકાશ વિશ્વની ત્રીજી સૌથી પોપ્યુલર સેલેબ્રિટી બની: પરિવારે મોકલી હોસ્ટેલ

રાતોરાત ઇન્ટરનેટ સેંસેશન બનેલી ડેબ્યુ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર એક ક્લિપનાં કારણે સમગ્ર વિશ્વમાં છવાઇ ગઇ છે. વેલેન્ટાઇન વીકમાં વાઇરલ થયેલા તેનાં શાનદાર એક્સપ્રેશવાળા વીડિયોનાં કારણે અભિનેત્રી સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ સેલેબ્રિટી બની ચુકી છે. જો કે અભિનેત્રીને મળી રહેલી ફેમનાં કારણે તેનો પરિવાર નાખુશ છે. અભિનેત્રી પ્રિયાની માંએ તેની પુત્રીને સમગ્ર વિશ્વમાંથી મળી રહેલા આ એટેન્શન અંગે પોતાની ચુપકીદી તોડી છે.

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 13, 2018, 04:15 PM IST
વાઇરલ ગર્લ પ્રિયા પ્રકાશ વિશ્વની ત્રીજી સૌથી પોપ્યુલર સેલેબ્રિટી બની: પરિવારે મોકલી હોસ્ટેલ

નવી દિલ્હી : રાતોરાત ઇન્ટરનેટ સેંસેશન બનેલી ડેબ્યુ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર એક ક્લિપનાં કારણે સમગ્ર વિશ્વમાં છવાઇ ગઇ છે. વેલેન્ટાઇન વીકમાં વાઇરલ થયેલા તેનાં શાનદાર એક્સપ્રેશવાળા વીડિયોનાં કારણે અભિનેત્રી સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ સેલેબ્રિટી બની ચુકી છે. જો કે અભિનેત્રીને મળી રહેલી ફેમનાં કારણે તેનો પરિવાર નાખુશ છે. અભિનેત્રી પ્રિયાની માંએ તેની પુત્રીને સમગ્ર વિશ્વમાંથી મળી રહેલા આ એટેન્શન અંગે પોતાની ચુપકીદી તોડી છે.

એક વેબસાઇટ સાથેની વાતચીતમાં પ્રિયા પ્રકાશનાં માં પ્રીથાએ માહિતી આપી કે પ્રિયાને હોસ્ટેલ મોકલી દેવામાં આવી છે. જ્યારે પ્રીથાને પુછવામાં આવ્યું કે, એવું કેમ કરવામાં આવ્યું ? તો તેમણે કહ્યું કે, અચાનક પ્રિયાને મળી રહેલા આ પોપ્યુલારિટીનાં કારણે તેઓ પરેશાન છે. તેમણે જણાવ્યું કે, ડાયરેક્ટરે પ્રિયાને ફિલ્મ રિલીઝ થતા પહેલા કોઇ પણ ઇન્ટરવ્યુ આપવાની મનાઇ કરી દીધી છે. પ્રીથાએ કહ્યું કે, ડાયરેક્ટરનું કહેવું છે કે ત્યાં સુધી ઇન્ટરવ્યુ આપવામાં ન આવવો જોઇએ જ્યાં સુધી ફિલ્મ રિલિઝ ન થઇ જાય.

ફિલ્મનું શુટિંગ હજી ચાલુ પણ નથી થયું અને ઘણા ઓછા સિન્સ શુટ થયા છે. એટલા માટે થઇ રહેલા આ તમામ હોબાળાનાં કારણે પ્રિયાને હોસ્ટેલ મોકલવામાં આવી છે. તેનાં માટે થઇ રહેલા હોબાળાનાં કારણે પ્રિયાને હોસ્ટેલ મોકલી દેવામાં આવી છે.

ગુગલ સર્ચમાં પ્રિયા પ્રકાશે સની લિયોન અને કેટરિના કેફને પણ પછાડી