હની સિંહના ગીત પર નાનકડી બાળકીનો ડાન્સ વારંવાર જોઈ રહ્યા છે લોકો, તમે જોયો VIDEO?

આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બની ગયો છે

હની સિંહના ગીત પર નાનકડી બાળકીનો ડાન્સ વારંવાર જોઈ રહ્યા છે લોકો, તમે જોયો VIDEO?

નવી દિલ્હી : હાલમાં પ્રસિદ્ધિ મેળવવાનો સૌથી સહેલો રસ્તો સોશિયલ મીડિયા વેબસાઇટ્સ છે. થોડા સમય પહેલાં ડબ્બુ અંકલનો ગોવિંદા ડાન્સનો વીડિયો વાઇરલ બન્યો હતો. હાલમાં એક નાનકડી બાળકીનો વીડિયો લોકોને બહુ પસંદ પડ્યો છે અને એ હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ બની ગયો છે. 

આ વીડિયોમાં ડાન્સ કરી રહેલી છોકરીની વય લગભગ 3 વર્ષની છે. તે હની સિંહે ગાયેલા બોલિવૂડના હિટ સોંગ 'દિલ ચોરી સાડ્ડા હો ગયા' પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. લોકોને આ વીડિયો બહુ પસંદ પડ્યો છે અને બાળકીના ડાન્સ પર તો લોકો ફિદા થઈ ગયા છે. 

વીડિયોમાં દેખાય છે કે બાળકી ઘરની અંદર મોટા વચ્ચે ઉભી છે અને ક્યુટ એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. આ બાળકીનો ક્યુટ અંદાજ લોકોને બહુ પસંદ પડ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધડાધડ શેયર થઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ બાળકીના ડાન્સને ડબ્બુ અંકલના ડાન્સ કરતા પણ વધારે સારો ગણાવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news