પિતા સૈફ અલી ખાન સાથે ફૂટબોલ રમવા ઉતર્યો તૈમુર, વીડિયો થયો વાઇરલ

Taimur Ali Khanની દરેક તસવીર વાઇરલ થઈ રહી છે

Updated: Sep 13, 2018, 07:33 PM IST
પિતા સૈફ અલી ખાન સાથે ફૂટબોલ રમવા ઉતર્યો તૈમુર, વીડિયો થયો વાઇરલ

નવી દિલ્હી : તૈમુર અલી ખાન (Taimur Ali Khan) એવો સ્ટાર કિડ છે જેની લોકપ્રિયતા જબરદસ્ત છે. હાલમાં તૈમુર તેના પિતા સૈફ અલી ખાન સાથે રમતના મેદાનમાં પહોંચ્યો હતો અને તેનો ફુટબોલ રમતો વીડિયો વાઇરલ બની ગયો છે.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

This is so cute ❤️ ❤️ ❤️ #taimuralikhan playing today with dad #saifalikhan 😍 @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

કરીના અને સૈફનો દીકરો તૈમુર ફેવરિટ સ્ટારકિડ છે. તેની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. હાલમાં ઝી ટીવીના ટોક શો 'સ્ટારી નાઇટ્સ'માં વાત કરતી વખતે કરીનાએ કહ્યું કે તે તેનો પરિવાર વધારવાનું પ્લાનિંગ કરી રહી છે અને આગામી બે વર્ષમાં તેનો માતા બનવાનો ઇરાદો છે. કરીનાનો ઇરાદો જાણીને મજાકના સૂરમાં અમૃતા અરોરાએ કહ્યું કે જો કરીના બાળકનું પ્લાનિંગ કરશે તો તે તો દેશ છોડીને જ જતી રહેશે. 

કરીના બહુ જલ્દી કરણ જોહરની ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના સાથે રણવીર સિંહની જોડી જોવા મળશે. આ સિવાય કરીના એક વુમન સેન્ટ્રિક બ્લેક કોમેડીનો પણ હિસ્સો બનવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close