વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની ખુબ જ રોમેન્ટીક સેલ્ફી કરી શેર, તમે જોઇ ?

વિરાટ કોહલી હાલ આરામ પર છે, જો કે અનુષ્કા પોતાની આગામી ફિલ્મ સુઇ-ધાગાનાં શૂટિંગમાં વ્યસ્ત છે

વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની ખુબ જ રોમેન્ટીક સેલ્ફી કરી શેર, તમે જોઇ ?

નવી દિલ્હી : ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકામાં રમાઇ રહેલી નિડાસ ટ્રોફીનો હિસ્સો નથી. તો બીજી તરફ તેની પત્ની અનુષ્કા શર્મા પણ પોતાની આગામી ફિલ્મ સુઇ-ધાગાનાં શૂટિંગમાં વ્યસ્ત છે. શનિવારે ચંદેરીમાં શૂટિંગ પુરૂ થયા બાદ અનુષ્કા મુંબઇ પરત ફરી હતી. વિરાટ કોહલી પિક અપ કરવા માટે મુંબઇ એરપોર્ટ સુધી ગયો હતો. બીજી તરફ રવિવારે અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં પતિ વિરાટની સાથે ખુબ જ રોમેન્ટીક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં અનુષ્કા વિરાટને કિસ કરતી જોઇ શકાય છે. શેર કરતાની સાથે જ આ તસ્વીર ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગઇ છે. 

Virat kohli

વિરાટ અને અનુષ્કાએ ગત્ત વર્ષે 11 ડિસેમ્બરે ઇટાલીમાં જઇને લગ્ન કર્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીએ પોતાનાં ટ્વીટર પર ફોટો શેર કર્યો છે. જેમાં અનુષ્કા અને તેની સાથે ડોક્ટર જુલ ગમડિયા પણ જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલીએ કેપ્શન લખ્યું કે, આનંદ લઇ રહ્યા છીએ બીજી કઇ રીતે. આ પહેલીવર છે જ્યારે વિરાટ - અનુષ્કાની કોઇ રોમેન્ટીક તસ્વીર શેર કરી હોય. તે અગાઉ વિરાટ દક્ષિણ આફ્રીકામાં હતો તેણે અનુષ્કા સાથેની તેની ખુબ જ રોમાન્ટીક તસ્વીરો ઇન્સ્ટા પર શેર કરી હતી. આ સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે. મારી અને માત્ર મારી. વિરાટે આ ફોટોમાં બંન્નેનાં ચહેરાઓ પણ નહોતા દેખાઇ રહ્યા. બંન્ને એકબીજાનાં ગળે મળેલા જોવા મળ્યા હતા. બેકગ્રાઉન્ડમાં એક પેઇન્ટિંગ હતું જેમાં કપલ કિસ કરતુ જોવા મળી રહ્યું છે. 

A post shared by Virat Kohli (@virat.kohli) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news