કરૂર વૈશ્ય બેંક સાથે 13 કરોડની છેતરપિંડી: આસિ. મેનેજરની ધરપકડ

શહેરનાં યાજ્ઞિક રોડ પર આવેલ કરૂર વૈશ્ય બેંક સાથે રાજકોટની ગ્રીનફાર્મ એગ્રી એક્સપોર્ટ પેઢીનાં ભાગીદારો એક જ પરિવારનાં પાંચ સભ્યો અને બેંકનાં અધિકારીઓએ મળીને કુલ 13.06 કરોડની છેતરપીંડી કર્યાનાં બે મહિલા પુર્વે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે બેંકનાં આસિસ્ટમન્ટ મેનેજરની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ બેંક અધિકારીને રિમાન્ડ પર લેવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
કરૂર વૈશ્ય બેંક સાથે 13 કરોડની છેતરપિંડી: આસિ. મેનેજરની ધરપકડ

રાજકોટ : શહેરનાં યાજ્ઞિક રોડ પર આવેલ કરૂર વૈશ્ય બેંક સાથે રાજકોટની ગ્રીનફાર્મ એગ્રી એક્સપોર્ટ પેઢીનાં ભાગીદારો એક જ પરિવારનાં પાંચ સભ્યો અને બેંકનાં અધિકારીઓએ મળીને કુલ 13.06 કરોડની છેતરપીંડી કર્યાનાં બે મહિલા પુર્વે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે બેંકનાં આસિસ્ટમન્ટ મેનેજરની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ બેંક અધિકારીને રિમાન્ડ પર લેવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

યાજ્ઞિક રોડ પર જીમખાના ક્લબ કોમ્પલેક્ષમાં આવેલી કરૂર વૈશ્ય બેંકોનાં ચીફ મેનેજર સંજીવકુમાર ગૌરહરિ જેનાં (ઉં.વ 41)એ બે મહિના પુર્વે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  જેમાં આરોપી તરીકે રાજકોટનાં આમિન માર્ગ પરનાં સ્ટાર વિન્ટેજ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગ્રીનફાર્મ એગ્રી એક્સપોર્ટ નામની પેઢી ધરાવતા દિનેશ જયંતિલાલ તન્ના, દિપ મહેશ તન્ના, આ બંન્નેનાં સિક્યુરિટી જામીન બનેલા રીટા દિનેશ તન્ના, પુજા મહેશ તન્ના, મહેશ જયંતી તન્ના અને બેંકનાં આસીસ્ટન્ટ મેનેજર પ્રતિક નગીનદાસ વૈશ્યનાં નામ આપ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે અમદાવાદનાં સેટેલાઇટ રોડ પર બીમાનગરમાં રહેલા પ્રતિક વૈશ્યને ઉઠાવી લઇને તેની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ગ્રીન ફાર્મ એક્સપોર્ટ પેઢીનાં કરૂર વૈશ્ય બેંકમાં બે ખાતા હતા. આ પેઢી કઠોળ અને ખેતપેદાશનું ખરીદ - વેચાણ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. પેઢીને નાણાની જરૂરિયાત ઉભી થતા માલ સ્ટોક પર 7.08 કરોડની બેંકમાં લોનની અરજી કરી હતી અને સીઇએલની લિમિટ 68.75 લાખની માંગી હતી અને તે માટે જરૂરી દસ્તાવેજો પણ રજુ ક્યા હતા. જેમાં જામીન તરીકે રીટા, દિનેશ, પુજા અને મહેશ તન્ના જોડાયા હતા અને ઉપરોક્ત પાંચેયે કુલ નવ મિલ્કત બેંકમાં મોર્ગેજ કરી હતી. ડિસેમ્બર 2016માં પેઢીનાં 7.60 કરોડની લોન મંજૂર થઇ હતી. લોન લીધા બાદ પેઢીએ ઇમ્પોર્ટ બિલથી માલ મંગાવ્યો હતો.

કરોડો રૂપિયાનાં કૌભાંડમાં પેઢીનાં ભાગીદારો અને જામીન બનેલા લોકો સાથે બેંકનાં આસીસ્ટન્ટ મેનેજર પ્રતિક વૈશ્યએ મીલીભગત કરી બેંકને ચુનો ચોપડવામાં મદદગારી કરી હતી. કરોડોની છેતરપીંડીમાં આરોપીઓ દ્વારા પ્રતિક વૈશ્યને મોટી આર્થિક લાલચ આપી હોવાની તેમજ તે પૈકી કેટલીક રકમ ચુકવી પણ દીધી હોવાની શંકા સેવાઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news