VIDEO અમદાવાદ: 17 વર્ષના કિશોરની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ

અમરાઈવાડી વિસ્તારમાં એક 17 વર્ષના કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Viral Raval Viral Raval | Updated: Mar 14, 2018, 10:57 AM IST
VIDEO અમદાવાદ: 17 વર્ષના કિશોરની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ

અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં એક 17 વર્ષના કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમરાઈવાડીના શીતલનગર વિસ્તારમાં એક યુવકે 17 વર્ષના કિશોરની છરીના ઘા મારીને નિર્મમ રીતે હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હત્યા જોકે કયા કારણોસર થઈ તે જાણવા મળ્યું નથી પરંતુ પરિવારજનોનું કહેવું છે કે અમિત નામના યુવકે આ હત્યા કરી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફેલાયેલો છે. સ્થાનિકોનો એવો પણ આરોપ છે કે વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે જે બંધ થવા જોઈએ.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close