સુરત : ટ્રક ડ્રાઇવરે છુંદી નાખ્યા તિરૂપતિ સાડીના માલિકને, રૂંવાડા ઉભા કરી દેતો એક્સિડન્ટ

સુરત ખાતે રૂંવાડા ઉભા કરી દે એવો એક્સિડન્ટ બન્યો છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 12:01 PM IST
સુરત : ટ્રક ડ્રાઇવરે છુંદી નાખ્યા તિરૂપતિ સાડીના માલિકને, રૂંવાડા ઉભા કરી દેતો એક્સિડન્ટ

સુરત : સુરત ખાતે રૂંવાડા ઉભા કરી દે એવો એક્સિડન્ટ બન્યો છે જેમાં શહેરના અગ્રગણ્ય ઉદ્યોગપતિ એવા તિરૂપતિ સાડીના માલિક 40 વર્ષીય આનંદ નવલ સુરેકા મોતને ભેટ્યા હતા. હકીકતમાં  અજાણ્યા ટ્રક ડ્રાઇવરે તેમને જીવલેણ રીતે ઉડાવી દેતા ઘટનાસ્થળે જ તેમનું અપમૃત્યુ થયું હતું જ્યારે ટ્રક ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.

ઘરે જવા નીકળ્યા પણ પહોંચી ન શક્યા
મીડિયા રિપોર્ટ પ્રમાણે  તિરૂપતિ સાડીના માલિક આનંદ નવલ સુરેકા પોતાના નિવાસસ્થાન સૂર્યા પેલેસ, સીટી લાઇટ રોડથી નીકળીને કામ માટે આભવા ગયા હતા. તેઓ આભવાથી સાંજના 8 કલાકે પરત ફરી રહ્યા હતા. કોઈ કારણોસર તેઓ વેસુ સિધ્ધિ વિનાયક મંદિર પાસે પોતાનું વાહન પાર્ક કરીને રસ્તો પસાર કરતા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને અડફેટે લીધા હતા. ટ્રક ચાલક આનંદ નવલ સુરેકાને અડફેટે લીધા બાદ ત્યાંથી ભાગી છુટયો હતો. આનંદભાઇનું) બનાવની જગ્યાએ જ મોત નિપજયુ હતુ.

શરીર ગયું છુંદાઈ
અકસ્માતમાં ટ્રકે તેમને ઉડાવી દેતા તેમના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. બનાવની જાણ ડુમસ પોલીસ મથકમાં કરવામાં આવી છે અને આનંદ નવલ સુરેકાના બનેવી પ્રકાશભાઇની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા કાપડના વેપારીઓ મોટી સંખ્યામાં સિવિલ ખાતે પહોંચી ગયા હતા.