ભાવનગર: દુધાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત

ટ્રક સાથે અથડાવાના કારણે રોડ પર પટકાયેલ દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ભાવનગર: દુધાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત

ભાવનગર : ભાજવનગરનાં મહુવા તાલુકા નજીકનાં દુધાળા ગામ નજીક આજે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક પર રહેલ દંપત્તી રોડ પર પટકાવાનાં કારણે બંન્નેનાં મોત થયા હતા જેનાં કારણે રોડ પર લોહીનાં ખાબોચીયા ભરાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંન્નેનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના દુઘાળા ગામ નજીક પસાર થઇ રહેલા એક ટ્રક સાથે બાઇક અથડાઇ હતી. ટ્રક નંબર GJ 15 U 8647 સાથે બાઇક અથડાઇ હતી. જેમાં વિસાળિયા ગામનાં રહેવાસી દંપત્તી ગોવિંદ ભાઇ શિયાળ અને ગીતાબેન શિયાળનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. દંપત્તીનાં પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news