વકીલ કિરીટ જોશીની હત્યાનો આરોપી જયેશ પટેલે જારી કર્યો વીડિયો, કહ્યું- હું નિર્દોષ છું

Dhaval Gokani Dhaval Gokani | Updated: May 16, 2018, 06:52 PM IST
 વકીલ કિરીટ જોશીની હત્યાનો આરોપી જયેશ પટેલે જારી કર્યો વીડિયો, કહ્યું- હું નિર્દોષ છું

જામનગરઃ વકીલ કિરીટ જોશીની હત્યા મામલે નવા નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા કિરીટ જોશીની હત્યા મામલે પોલીસે બે કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી હતી અને આ કોન્ટ્રાક્ટ કિલરને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે કિરીટ જોશીની હત્યાની સોપારી આપી હોવાની વાત બહાર આવી હતી. જેથી કિરોટી જોશીનો આરોપ જયેશ પટેલ પર લાગ્યો છે. ત્યારે દુબઈમાં રહેલા જયેશ પટેલનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે અને પોતે નિર્દોષ હોવાનું આ વીડિયોમાં જણાવી રહ્યો છે.

વકીલ કિરીટ જોશીની હત્યાના મુખ્ય આરોપી એવા ભુમાફિયા જયેશ પટેલ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે ત્યારે જયેશ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જયેશ પટેલ કહી રહ્યો છે કે તે નિર્દોષ છે અને પોલીસ ફસાવવા માગતી હોવાનો આરોપ પણ મુક્યો છે. વીડિયોમાં જયેશ પટેલે કહ્યું કે મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને જરૂર પડશે ત્યારે હું કોર્ટમાં પુરાવા રજૂ કરીશ.

કિરીટ જોશીની હત્યા મામલે પણ જયેશ પટેલ વીડિયોમાં કહી રહ્યો છે કે મારી પાસે પૂરાવા છે કે મે કોઈ કોન્ટ્રાક્ટ કિલરને રૂપિયા આપ્યા નથી અને જયેશ પટેલની હત્યા તેણે ન કરાવી હોવાનું કહી રહ્યો છે. ચોક્કસ સમય આવશે ત્યારે કોર્ટ સમક્ષ હાજર થઈને પુરાવા આપશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close