VIDEO અમદાવાદમાં ટેરેસ પર દારૂ-હુક્કાની મહેફિલ માણતા 15 નબીરાઓ ઝડપાયા

14મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતિના પર્વ પર લોકો પતંગની મજા માણતા હોય છે. પરંતુ શહેરના સાબરમતી વિસ્તારમાં પતંગની મજાની સાથે સાથે દારૂના નશાની મજા માણતા 15 નબીરાઓ ઝડપાઈ ગયા. પકડાયેલા લોકોમાં યુવતીઓ પણ સામેલ છે. આ 15 યુવક યુવતીઓમાંથી મોટાભાગના NRI હોવાનું કહેવાય છે. 

VIDEO અમદાવાદમાં ટેરેસ પર દારૂ-હુક્કાની મહેફિલ માણતા 15 નબીરાઓ ઝડપાયા

અમદાવાદ: 14મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતિના પર્વ પર લોકો પતંગની મજા માણતા હોય છે. પરંતુ શહેરના સાબરમતી વિસ્તારમાં પતંગની મજાની સાથે સાથે દારૂના નશાની મજા માણતા 15 નબીરાઓ ઝડપાઈ ગયા. પકડાયેલા લોકોમાં યુવતીઓ પણ સામેલ છે. આ 15 યુવક યુવતીઓમાંથી મોટાભાગના NRI હોવાનું કહેવાય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 14, 2018

મળતી માહિતી મુજબ અમદાવાદના સાબરમતીના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આર્ય આર્કેડના ટેરેસ પર 15થી વધુ યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે તેમને પકડ્યા ત્યારે તેઓ નશાની હાલતમાં હતાં.  કહેવાય છે કે ઉતરાયણના દિવસે બપોરના સમયે જરાય હવા ન હોવાથી આ લોકોએ પતંગ ચગાવવાનું ટાળ્યું હતું અને હુક્કાની સાથે સાથે દારૂની મજા માણી રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news