અમદાવાદના 7 ખેલાડીઓએ મેળવ્યું ટીમ ઇન્ડીયાની ફૂટબોલ ટીમમાં મેળવ્યું સ્થાન

સરકારી શાળામાં ભણીને રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવવું એ વાત લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ, અમદાવાદની સરકારી શાળાના ૨ વિધાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓએ આ લોઢાના ચણા ચાવીને સાબિત કરી દીધું છે કે, ઈચ્છાશક્તિ હોય તો અશક્ય વાતને શક્ય બનાવી શકાય છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Jul 11, 2018, 04:09 PM IST
અમદાવાદના 7 ખેલાડીઓએ મેળવ્યું ટીમ ઇન્ડીયાની ફૂટબોલ ટીમમાં મેળવ્યું સ્થાન

અમિત રાજપૂત/ અમદાવાદ: સરકારી શાળામાં ભણીને રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવવું એ વાત લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ, અમદાવાદની સરકારી શાળાના ૨ વિધાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓએ આ લોઢાના ચણા ચાવીને સાબિત કરી દીધું છે કે, ઈચ્છાશક્તિ હોય તો અશક્ય વાતને શક્ય બનાવી શકાય છે.

અમદાવાદના થલતેજ ખાતે આવેલી સરકારી શાળાના 6 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીએ સ્વીડન ખાતે રમાનારી ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધામા રમવા માટે ટીમ ઈન્ડિયાની ફૂટબોલ ટીમ સ્થાન મેળવીને ચમત્કાર સર્જી દીધું છે. શાળાના પ્રાંગણમાં રમતા આ 7 બાળકો થલતેજની પ્રાથમિક શાળાને ગૌરવ અપાવનારા રમતવીરો છે. શાળાના અભ્યાસ સાથે આ બાળકો દરરોજ કલાકો સુધી ફુટબોલની પ્રેક્ટિસમાં પોતાનો પરસેવો વહાવીને સંઘર્ષ કરીને આ મંઝિલ સુધી પહોંચ્યા છે.
ફૂટબોલ ટીમ

હાલના સમયમાં માતા-પિતા દ્રારા પોતાના બાળકોને સારા અભ્યાસ માટે સરકારી શાળાના બદલે ખાનગી શાળાની પસંદગીને પ્રાથમિકતા આપવામા આવે છે. જોકે, થલતેજની શાળાના આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીએ અલગ પરચમ લહેરાવી દીધો છે અને સાબિત કરી દીધું છે કે, લક્ષ્ય નક્કી હોય અને મહેનત કરવાની ધગશ હોય તો, સરકારી શાળામાં અભ્યાસ કરીને ઇન્ટરનેશનલ લેવલ પર પહોચી શકાય છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close