ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા યુવકને ભારે પડી, વાંચીને તમે પણ ચોંકી જશો

સોશિયલ મિડીયા યુઝર્સ અવારનવાર અજાણ લોકોની પણ રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા હોય છે અને આગળ આગળ સંબંધ વધારતા હોયછે. ત્યારબાદ મુલાકાતનો દોર વધતો જાય છે અને કોઇક પ્રેમમાં સપડાય છે તે કોઇ બળાત્કારનો કે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

 ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા યુવકને ભારે પડી, વાંચીને તમે પણ ચોંકી જશો

અમદાવાદઃ સોશિયલ મિડીયાનો તો આજકાલ જમાનો છે. પણ સોશિયલ મિડીયાના યુઝર્સ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય યુવકને એક યુવકે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને બંને વચ્ચે મિત્રતા થઇ. યુવકે 25 વર્ષીય યુવકને મળવા બોલાવ્યો અને તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું અને ફોટો તથા વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપી. ત્યારે અજાણ્યા લોકોથી સોશિયલ મિડીયા પર દૂર રહેવું જોઇએ તે વાત આ કિસ્સા પરથી સાર્થક થઇ છે.

આ ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારની છે. અંદાજે 6 મહિના અગાઉ આ 25 વર્ષીય યુવકને સોશિયલ મિડીયા એટલેકે ફેસબુક મારફતે  બહેરામપુરામાં રહેતા હૈદરઅલી કુરેશી સાથે સંપર્ક થયો હતો. વાતચિત દરમિયાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ વર્ષ 2017માં સપ્ટેમ્બર મહિનામાં હૈદરઅલી કુરેશીએ આ યુવકને તેના ઘરે બોલાવ્યો હતો. ત્યાં વાતચીત દરમિયાન આ હૈદરઅલી નામના શખ્સે યુવક પર દુષ્કર્મ આચર્યું. આ સિલસિલો હૈદરઅલીએ યથાવત રાખ્યો અને યુવક પણ કાંઇ બોલી શક્તો ન હતો કેમકે તેના ફોટો અને વિડીયો વાયરલ કરી તેની પર એસિડ છાંટી મારી નાખવાની ધમકી હૈદરઅલીએ આપી હતી.

પહેલા તો આ મામલે યુવકે સરખેજ પોલીસનો સંપર્ક કર્યો જો કે પોલીસે પણ માત્ર અરજી જ લીધી. એકતરફ યુવક ગભરાઇ ગયો હતો પોતાની બદનામીથી પણ તે ડરી ગયો હતો અને પોલીસ માત્ર અરજી પર તપાસ કરતી હતી. બાદમાં બનાવ બહેરામપુરા વિસ્તારમાં બન્યો હોવાથી આ અરજી કાગપીઠ પોલીસસ્ટેશનને ટ્રાન્સફર કરાઇ અને કાગડાપીઠ પોલીસે આ અંગે ગુનો નોધ્યો.  હાલ પોલીસે આરોપીના ઘર પર તપાસ કરી પણ તે ફરાર હતો. ત્યારે હવે પોલીસ તેના મિત્રોની પૂછપરછ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.

સોશિયલ મિડીયા યુઝર્સ અવારનવાર અજાણ લોકોની પણ રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા હોય છે અને આગળ આગળ સંબંધ વધારતા હોયછે. ત્યારબાદ મુલાકાતનો દોર વધતો જાય છે અને કોઇક પ્રેમમાં સપડાય છે તે કોઇ બળાત્કારનો કે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે સોશિયલ મિડીયા યુઝર્સે આ કિસ્સા પરથી ચોક્કસથી શીખ મેળવવી જોઇએ કે અજાણ લોકોથી દૂર રહેવું. 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news