અમદાવાદઃ ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી વિવાદમાં, પરિવારે લગાવ્યો પુત્રના બ્રેઇન વોશ કરવાનો આરોપ

ધર્મેશ અને દિશાંત પટેલના માતા-પિતા બાદ હવે પ્રશાંતકુમાર સિંઘનો પરિવાર પણ હરેકૃષ્ણ મંદિર સામે પોતાના દીકરાની ભીખ માગી રહ્યો છે. 
 

અમદાવાદઃ ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી વિવાદમાં, પરિવારે લગાવ્યો પુત્રના બ્રેઇન વોશ કરવાનો આરોપ

અમદાવાદઃ શહેરના ભાડજમાં આવેલું  હરેકૃષ્ણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. હરેકૃષ્ણ મંદિર પર વધુ એક પરિવારે પોતાના દિકરાને પરિવારથી દુર કરવાનો આરોપ લગાવ્યો છે. ઈસ્કોન મંદિર પર આરોપ છે કે તેમણે તેમના દિકરાનું માઈન્ડવોશ કરીને પરિવારથી દુર કરી દીધો છે.

અમદાવાદના ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં આ ત્રણેય યુવાનો એવી ભક્તિમાં ડૂબી ગયા કે પોતાના પરિવારને પણ ભૂલી ગયા. ધર્મેશ અને દિશાંત પટેલના માતા-પિતા બાદ હવે પ્રશાંતકુમાર સિંઘનો પરિવાર પણ હરેકૃષ્ણ મંદિર સામે પોતાના દીકરાની ભીખ માગી રહ્યો છે.  પ્રશાંત છેલ્લા 4 વર્ષથી હરેકૃષ્ણ મંદિરમાં રહે છે. પરિવારનો આરોપ છે કે હરિકૃષ્ણ મંદિર દ્વારા પ્રશાંતનું માઈન્ડ વોશ કરાયું છે. સોશિયલ મીડિયા મારફતે પરિવારે મદદ માગી છે. પુત્રને પરત મેળવવા એક માતા ભીની આંખે મદદ માગી રહી છે.

પ્રશાંતસિંઘના પિતા એલકે સિંહ એરફોર્સમા વીંગ ઓફિસર છે. વર્ષ 2014માં તેમની બદલી થતા તેઓ પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. પ્રીતિ અને પ્રશાંત અમદાવાદની કોલેજમા એડમીશન લીધું હતું. ત્યારે ભાડજના હરે કુષ્ણ મંદિરના લોકો કોલેજમા આવીને યુવાનોને ધર્મના નામે સમજાવતા હતા. જેનાથી પ્રભાવિત થઈ તેમનો દીકરો જતો રહ્યો હતો.

પ્રશાંતસિંઘ છેલ્લા ચાર વર્ષમાં ભગવાનની ભક્તિમાં એવો ડૂબી ગયો કે તેણે પરિવાર સામે પાછું વળીને જોયું પણ નથી. પોતાની સાચી ફરજ અને જવાબદારીઓ ભુલીને અધ્યાત્મનો માર્ગ અપનાવનાર પ્રશાંતની બહેન પણ પોતાના ભાઈનો પ્રેમ વર્ષોથી ઝંખી રહી છે.

આમ અમદાવાદના ભાડજના હરેકૃષ્ણ ઈસ્કોન મંદિર સામે એક બાદ એક ત્રણ પરિવારે આંગળી ચીંધી છે. ત્રણેય પરિવારનો એક જ આરોપ છે કે હરેકૃષ્ણ મંદિર દ્વારા યુવાન દીકરાઓનું બ્રેનવોશ કરીને તેમની પરિવારથી દુર કરી દેવામા આવી રહ્યા છે. ત્યારે આ અંગે પ્રશાંતસિંઘના પરિવારે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી આપી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news