નશાબંધીની ગુલબાંગો વચ્ચે ઠંડાઇના નામે મંદિર બહાર રેંકડીવાળાઓનો નશાનો વેપલો

સરકાર નશાબંધીનાં દાવાઓ ઠોકી રહી છે ત્યારે પવિત્ર ગણાતા મંદિરોની બહાર ઠંડાઇની રેંકડીવાળા પાસેથી 10-20 રૂપિયામાં સરળતાથી મળે છે મોતનો સામાન

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 13, 2018, 01:32 PM IST
નશાબંધીની ગુલબાંગો વચ્ચે ઠંડાઇના નામે મંદિર બહાર રેંકડીવાળાઓનો નશાનો વેપલો

અમદાવાદ/સંજય ટાંક : આજે મહાશિવરાત્રીનો ઉત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ત્યારે મંદિરની બહાર રહેલી રેંકડીઓ પર ભાંગનાં નામે ઠંડાઇ પીવડાવીને સ્વાસ્થયને ગંભીર નુકસાન કરતું પીણું બેરોકટોક વેચાઇ રહ્યું છે. પીણા ઉપરાંત આયુર્વેદિક ઔષધીનાં નામે ભાંગનો ખુલ્લેઆમ વેપલો થઇ રહ્યો છે. ભાંગનાં નામે આપવામાં આવતું પીણું પણ સ્વાસ્થય સાથે ચેડા થઇ રહ્યા છે. તેમાં અખાદ્ય સેકરીનથી માંડીને દુધ અને ચોખ્ખાઇ તમામ બાબતોને કોરાણે મુકવામાં આવે છે.

મંદિરો બહાર રેંકડીઓમાં વેચાતી ભાંગમાં આયુર્વેદિક દવાનાં નામે 20-30 રૂપિયામાં એક ખાસ પડીકી આપવામાં આવે છે જેમાં ભાંગ હોય છે. જેને લસોટીને પીણામાં નાખવામાં આવતા તે નશાકારક બને છે. આ ભાંગમાં કેનાબી સિન્ડિકા નામનું તત્વ હોય છે જે શરીરની તમામ પ્રક્રિયાને ધીમી પાડે છે. જેનાં કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે. સત્તાવાર રીતે તો ભાંગનાં વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે. જો કે કોર્પોરેશનની રહેમ નજર હેઠળ તમામ નાની લારી - ગલ્લાઓ પર ખુબ જ સરળતાથી ભાંગ મળી રહેતી હોય છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે જે પેકેટમાં ભાંગ પેક હોય છે તેનાં પર આયુર્વેદિક દવાનું નામ લખેલું હોય છે.

ભાંગનાં કેનાબી સિન્ડિકા તત્વ હોય છે. પહેલા મેડિકલ યુઝ માટે તેનો ઉપયોગ થતો હતો. જો કે ભાંગનું વધારે પડતું સેવન સ્વાસ્થય માટે ખતરો નોતરી શકે છે. ભાંગનાં વધારે સેવનથી મગજનાં જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચે છે. હૃદયનાં ધબકારા વધી જાય છે. ગર્ભવતી મહિલાઓને ભાંગનાં કારણે વિશેષ નુકસાન થઇ શકે છે. જો કે ખુલ્લામાં વેચાતી આ ભાંગ પર તંત્રની રહેમ નજર હેઠળ વેચાય છે. કહેવાતી દારૂબંધી અને નશાબંધી વચ્ચે ગુજરાતમાં સૌથી વધારે દારૂ અને કદાચ ભાંગ પણ વેચાતી હશે.

ભાંગની આડઅસરો અને નુક્સાન
કેનાબી સિન્ડિકા તત્વથી બને છે ભાંગ
છોડમાંથી નીકળે છે કેનાબી સિન્ડિકા
વધુ પડતા ભાંગના સેવનથી થાય છે ન્યુરોલોજીકલ ઈફેક્ટ
ભાંગથી જ્ઞાન તંતુપર અસર થતાં મગજનું સંતુલન ગુમાઈ જાય
વધુ પડતા ભાંગના સેવનથી હ્રદયના ધબકારા વધી જાય 
ભાંગના સેવનથી બ્લડપ્રેશરની તકલીફ થાય
વધુ પડતી ભાંગ હાર્ટ પર અસર કરે 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close