ઉંઝામાં ભાનુભાઇનાં અંતિમ સંસ્કારમાં મોટા પ્રમાણમાં દલિતો જોડાયા

સરકાર દ્વારા લેખીતમાં માંગણી સ્વીકારી લેવાયા બાદ પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો

ઉંઝામાં ભાનુભાઇનાં અંતિમ સંસ્કારમાં મોટા પ્રમાણમાં દલિતો જોડાયા

ઉંઝા : પાટણ કલેક્ટર કચેરી ખાતે સમીનાં દુદખાનાં દલિત પરિવારની જમીન મુદ્દે ભાનુભાઇ વણકરે આત્મવિલોપન કર્યું હતું. ઘટનાનાં 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. સમધાનની જીજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભાનુભાઇનાં મૃતદેહને ઉંઝા ખાતે લઇ જવામાં આવ્યો હતો. બપોરે તેમનાં પાર્થિવ દેહનાં અંતિમ સંસ્કાર પહેલા અંતિમ યાત્રા નિકળી હતી. તેમાં મોટા પ્રમાણમાં દલિતો જોડાયા હતા. ભાનુભાઇનાં જય ભીમનાં નાદ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન ભાનુભાઇનું મૃત્યું નિપજ્યું હતું. તેમનાં મૃતદેહનું પોસ્ટમોર્ટ ગાંધીનગર સિવિલ ખાતે કરાયું હતું. જો કે સરકાર દ્વારા લેખિત માંગણી સ્વિકારવામાં ન આવે ત્યાં સુધી તેમનો મૃતદેહ સ્વિકારવામાં નહી આવે તેવી હઠ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ગઇકાલે મોડી રાત્રે ઘટનાનાં 54 કલાક બાદ ભાનુભાઇનો મૃતદેહ ઉંઝા ખાતે લઇ જવામાં આવ્યો હતો.

સવારે સમાચાર જેમ જેમ ફેલાતા ગયા તેમ તેમ મોટા પ્રમાણમાં દલિતો ભાનુભાઇની અંતિમ યાત્રામાં જોડાતા ગયા હતા. જયભીમનાં નાદ સાથે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં દલિતો જોડાયા હતા. જો કે ભાનુભાઇનાં પરિવાર દ્વારા ભારે આક્રંદ કરાતા સમગ્ર વાતાવરણ ગમગીન થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news