માસીના ઘરે વેકેશન માણવા આવેલા તરુણ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, માતાએ નોંધાવી ફરિયાદ

જામનગરના દસ વર્ષના તરુણ સાથે ભુજમાં હિચકારી ઘટના ઘટી. તરુણ દોઢ માસ પહેલા ભુજમાં રહેતા માસીના ઘરે વેકેશનની મજા માણવા આવ્યો હતો. તે વખતે એક શખ્સે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 

માસીના ઘરે વેકેશન માણવા આવેલા તરુણ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, માતાએ નોંધાવી ફરિયાદ

ભુજ: જામનગરના દસ વર્ષના તરુણ સાથે ભુજમાં હિચકારી ઘટના ઘટી. તરુણ દોઢ માસ પહેલા ભુજમાં રહેતા માસીના ઘરે વેકેશનની મજા માણવા આવ્યો હતો. તે વખતે એક શખ્સે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ તરુણ બીમારીનો ભોગ બન્યો. તેણે માતાને બધી વિગતો જણાવી અને ત્યારબાદ માતાએ તેને ગંભીરતાથી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. જામનગર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને ભુજ પોલીસને મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે. 

મળતી માહિતી મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિવારનો 10 વર્ષનો પુત્ર ચાલુ વર્ષે જુલાઈમાં વેકેશનની મજા માણવા ભુજ આવ્યો હતો. આવાસ કોલોનીમાં રહેતા તેના માસીના ઘરે તે રોકાયો હતો. આ દરમિયાન રાહુલ નામના એક વ્યક્તિએ તરુણને ભોળવીને તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો. એટલું જ નહીં ત્યારબાદ કોઈને ન જણાવવાની ધમકી પણ આપી હતી. 

ગભરાઈ ગયેલા તરુણે કોઈને કશું કહ્યું નહીં. પરંતુ ભુજથી પાછા ફર્યા બાદ તરુણને શારીરિક સમસ્યાઓ ઊભી થઈ. તેને પેટમાં ખુબ જ દુ:ખાવો ઉપડ્યો અને ત્યારબાદ તેને ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવાયો. ડોક્ટરોએ કઈંક અજુગતુ બન્યું હોવાની આશંકા વ્યક્ત કરી. માતા પિતાએ તરુણને વિશ્વાસમાં લઈને સાંત્વના આપી પૂછપરછ કરતા બધી વાતો બહાર આવી. 

રડતા રડતા તરુણે જણાવ્યું કે થોડા સમયથી તેને ગુપ્ત ભાગમાં દુ:ખાવો અને સાથે સાથે પેટ અને છાતીમાં પણ દુ:ખાવો થતો હતો. તરુણની માતાએ સિટી એ ડિવિઝનમાં ભુજના રાહુલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી. પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને કાગળો ભુજ મોકલી આપ્યાં.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news