ગુજરાત ચૂંટણી : મહેસાણા સીટ ; નીતિન પટેલ vs જીવાભાઈ પટેલ

2008ની લોકસભાની ચુંટણીમાં જીવાભાઈ પટેલે મહેસાણામાં જ નીતિન પટેલને હરાવી દીધા હતા

ગુજરાત ચૂંટણી : મહેસાણા સીટ ; નીતિન પટેલ vs જીવાભાઈ પટેલ

અમદાવાદ : મહેસાણા પાટીદાર આંદોલનનું ગઢ રહ્યું છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અહીંથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. અહીં કોંગ્રેસે નીતિન પટેલ સામે  જીવાભાઈ પટેલને ટિકિટ આપી છે. જીવાભાઈ મહેસાણાથી સાંસદ રહી ચૂક્યા છે. 2004ની લોકસભાની ચૂંટણીમાં જ તેમણે મહેસાણામાં નીતિન પટેલને હરાવ્યા હતા. ગુજરાત ચૂંટણી પહેલાં જ નીતિન પટેલે એલાન કરી દીધું હતું કે તે તેઓ તેમની આગામી ચૂંટણી મહેસાણાથી જ લડશે. 

મહેસાણા એ લોકસભા સીટ છે જેણે બીજેપીએ પોતાની પહેલી લોકસભા સીટ તરીકે 1984માં જીતી હતી. મહેસાણાને બીજેપીનો મજબૂત કિલ્લો માનવામાં આવે છે. પાટીદાર આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે મહેસાણામાં પાટીદારોએ નીતિન પટેલની ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. આ સંજોગોમાં મહેસાણામાં નીતિન પટેલનો જાદૂ ફરી ચાલશે કે નહીં એ જાણવું રસપ્રદ સાબિત થઈ રહેશે. 

મહેસાણામાં કુલ 34 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. મહેસાણાની ચૂંટણી બીજેપી માટે અગ્નિપરીક્ષા સમાન છે. પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) દ્વારા કોઈપણ કિંમતે બીજેપીના કદાવર નેતા નીતિન પટેલને હરાવવાનો પડકાર ફેંકવામાં આ્વ્યો છે. નીતિન પટેલ પાસે મજબૂત જનાધાર છે પણ આ વખતે તેમને હાર્દિક પટેલ નામનો મોટો અવરોધ નડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news