VIDEO વડોદરા: ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે FB પોસ્ટમાં BJP સાંસદને જ કર્યાં ટારગેટ

વડોદરામાં ભાજપની જૂથબંધી સામે આવી છે. ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિકાસ દુબેએ સોશિયલ મીડિયામાં એક વિવાદીત પોસ્ટ કરી હતી. જેમાં વિકાસ દુબેએ ભાજપના જ સાંસદ રંજનબેન ભટ્ટને ટાર્ગેટ કરી નાખ્યાં. વિકાસ દુબેએ પોતાની પોસ્ટમાં રંજનબેન ભટ્ટને હિટલર અને ભ્રષ્ટ્રાચારી ગણાવ્યા હતાં.

VIDEO વડોદરા: ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે FB પોસ્ટમાં BJP સાંસદને જ કર્યાં ટારગેટ

રવિ/વડોદરા: વડોદરામાં ભાજપની જૂથબંધી સામે આવી છે. ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિકાસ દુબેએ સોશિયલ મીડિયામાં એક વિવાદીત પોસ્ટ કરી હતી. જેમાં વિકાસ દુબેએ ભાજપના જ સાંસદ રંજનબેન ભટ્ટને ટાર્ગેટ કરી નાખ્યાં. વિકાસ દુબેએ પોતાની પોસ્ટમાં રંજનબેન ભટ્ટને હિટલર અને ભ્રષ્ટ્રાચારી ગણાવ્યા હતાં.

જો કે વિકાસ દુબેએ આ વિવાદાસ્પદ પોસ્ટ કરી તેના બે કલાકની અંદર જ ફેસબુક પર જ રંજનબેન ભટ્ટની માફી પણ માગી લીધી હતી. અત્રે જણાવવાનું કે ભાજપમાં અંદરોઅંદર આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે. આ બાજુ રાજકોટમાં પણ બુધવારે શહેર ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો.

વિરેન્દ્રસિંહ ઝાલા છેલ્લી 2 ટર્મથી રાજકોટ ભાજપ શહેર ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતાં. ઝાલાએ બુધવારે શહેર પ્રમુખ કમલેશ મીરાણીને પોતાનું રાજીનામું સોંપી દીધુ. જો કે ઝાલાએ પોતાને અસંતોષ હોવાની વાત રજુ ન કરતા અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news