રાજ્ય સરકારે સિનિયર સિટઝન માટે લીધો મહત્વનો નિર્ણય, ઘરબેઠા મળશે મેડિકલની સુવિધા

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. 

  રાજ્ય સરકારે સિનિયર સિટઝન માટે લીધો મહત્વનો નિર્ણય, ઘરબેઠા મળશે મેડિકલની સુવિધા

ગાંધીનગરઃ CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે સિનિયર સિટિઝન માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રહેતા સિનિયર સિટીઝનને હવે ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાનો લાભ મળશે. ગાંધીનગરમાં આ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાશે. જો યોજના સફળ થશે તો સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.  સિનિયર સિટીઝન કે જેમની ઉંમર 70 વર્ષ છે તેમને સરકારી તબીબો ઘરે જઈને સારવાર આપશે. દર પંદર દિવસે ઘરે જ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. એટલું જ નહીં જરૂર જણાશે તો તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મફત સારવાર પણ આપવામાં આવશે.

આ માટે  સિનિયર સિટીઝને રૂપિયા એક હજાર ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહીં ઘરે દાક્તરી તપાસની દર વિઝિટનો 200 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. સાથે જ સરકારે નાના, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે નવી જીઆઈડીસીમાં 50 ટકા રાહત દરે પ્લોટ આપવાની જાહેરાત કરી છે. 3000 ચોરસ મીટર સુધીનો પ્લોટ અડધા ભાવે નાના ઉદ્યોગકારોને આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news