આવતીકાલે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 07:37 PM IST
 આવતીકાલે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
મુખ્યપ્રધાન વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

ગાંધીનગરઃ આવતીકાલ (14 ફેબ્રુઆરી)એ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી સપ્તાહે શરૂ થતા વિધાનસભાના બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય બજેટ સત્રમાં જે બીલ પાસ કરવાના છે તે તમામ બીલને મંજુરી આપવામાં આવી શકે છે. તમામ વિભાગના બજેટ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખદીરવામાં આવતી મગફળી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. 

રાજ્યમાં પીવાના પાણી બાબતે ઉભી થયેલી સમસ્યા બાદ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્ણય બાદ હવે સિંચાઈના પ્રશ્નને હલ કરવા માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આ સિવાય આવતા સપ્તાહે કેનેડાના વડાપ્રધાન ગુજરાત આવવાના છે, તેથી તેમની મુલાકાતને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.