Video: કારચાલકને અંધારામાં એટલા બધા સિંહો એકસાથે દેખાયા કે, ગણી ગણીને થાકી ગયો

 જુનાગઢમાં એક સાથે દસ સિંહની મોડી રાત્રે રસ્તાની લટારનો વીડિયો વાઇરલ થયો છે. શિકારની શોધમાં એક સાથે નીકળેલા સિંહ અને માદા રસ્તો ક્રોસ કર્યાનો અનોખો વીડિયો વાઇરલ થયો છે. રસ્તા પરથી પસાર થઇ રહેલા કાર ચાલકના મોબાઇલ કેમેરામાં સિંહની લટારનો વીડિયો કેદ થયો હતો. ખુદ કારચાલક પણ સિંહોનું આ મસમોટું ટોળું જોઈને ચોંકી ગયો હતો. તે સિંહોની ગણતરી કરીને થાકી ગયો હતો. 
Video: કારચાલકને અંધારામાં એટલા બધા સિંહો એકસાથે દેખાયા કે, ગણી ગણીને થાકી ગયો

હનીફ ખોખર/જુનાગઢ : જુનાગઢમાં એક સાથે દસ સિંહની મોડી રાત્રે રસ્તાની લટારનો વીડિયો વાઇરલ થયો છે. શિકારની શોધમાં એક સાથે નીકળેલા સિંહ અને માદા રસ્તો ક્રોસ કર્યાનો અનોખો વીડિયો વાઇરલ થયો છે. રસ્તા પરથી પસાર થઇ રહેલા કાર ચાલકના મોબાઇલ કેમેરામાં સિંહની લટારનો વીડિયો કેદ થયો હતો. ખુદ કારચાલક પણ સિંહોનું આ મસમોટું ટોળું જોઈને ચોંકી ગયો હતો. તે સિંહોની ગણતરી કરીને થાકી ગયો હતો. 

જુનાગઢ શહેરના ભાગોળે આવેલા ગિરનારના જંગલમાં 50થી વધુ સિંહનો વસવાટ છે. .જેને કારણે છાશવારે શહેરમાં સિંહોના ટોળા શિકારની શોધમાં નીકળતા હોય છે. ત્યારે રાહદારીઓ તેમના વીડિયો લેતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news