કંડલાથી જમ્મુ જતા ટેન્કરમાંથી 1.26 લાખનું કેમિકલ ગાયબ

માં ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ટેન્કરમાંથી સવા લાખ જેટલી કિંમતનું કેમિકલ જ ગાયબ થઈ ગયું.

કંડલાથી જમ્મુ જતા ટેન્કરમાંથી 1.26 લાખનું કેમિકલ ગાયબ

ભુજ: કંડલા પોલીસ મથકમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે જેમાં ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ટેન્કરમાંથી સવા લાખ જેટલી કિંમતનું કેમિકલ જ ગાયબ થઈ ગયું. વિગતો મુજબ ગાંધીધામથી કેમીકલ ભરીને જમ્મુની કંપનીમાં ટેન્કર ડિલિવરી માટે જઈ રહ્યું હતું. ટેન્કર જ્યારે કંપનીમાં પહોંચ્યું અને તેનું વજન કરવામાં આવ્યું તો ઓછું નીકળ્યું હતું. 

મળતી માહિતી મુજબ જે કંપનીને કેમિકલ પહોંચાડવાનું હતું તેના ત્યાં ટેન્કર પહોંચતા તેનું વજન  કરવામાં આવ્યું હતું. વજન કરતા નક્કી જથ્થા કરતા કેમિકલનું વજન ઓછુ થયું હતું. જે કંપનીમાંથી કેમિકલ મોકલાયું તેણે પૂરેપૂરા વજનનું કેમિકલ મોકલ્યુ હોવાનું જણાવતા ડ્રાઈવરે માર્ગમાં આશરે 560 કિલો જેટલો કેમિકલનો જથ્થો ગાયબ કરી નાખ્યાની ફરિયાદ કંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ચોરાયેલ કેમિકલની કિંમત અંદાજે 1.26 લાખ જેટલી થવી જાય છે. 

કંડલા મરીન પોલીસના સૂત્રોએ બી એમ રોડલાઈન્સના મેનેજર મુકેશ ભાટીયાની ફરિયાદને ટાંકીને જણાવ્યું કે તા 7 નવેમ્બરના રોજ ડ્રાઈવર કાળુરામ (બા઼ડમેર, રાજસ્થાન) ટેન્કરને લઈને એમએમએ નામનું કેમિકલ ભરીને જમ્મુની ગ્રાહક  કંપનીને ડિલિવરી માટે નીકળ્યો હતો. ખરીદનાર કંપનીએ જ્યારે વજન કર્યું તો કેમિકલ ઓછુ નિકળતા ડિલિવરી લેવાની ના પાડી હતી. કંપનીએ ગાંધીધામની કંપનીનો સંપર્ક કર્યો. 

કંડલાની કંપનીમાંથી 20 મેટ્રીક ટન ભરીને નિકળેલા ટેન્કરમાંથી ચાલકે રસ્તામાં કેમિકલનો જથ્થો ચોર્યો હોવાનું સામે આવતા ડ્રાઈવર વિરુદ્ધ 1.26 લાખના જથ્થાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news