સરકારના દાવા થયા પોકળ: બાળકો પાસે કરાવાય છે આવું કામ, બોલતો પુરાવો છે આ બાળક

મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટની કે જ્યાં શહેર ભરમાંથી કચરો આવતો હોય છે તેમાંથી પ્લાસ્ટીક અને ખાતર આગળ કરવા માટેની કામગીરી બાળકો પાસે કરાવવામાં આવે છે. આ વાતના બોલતા પુરાવા સાથે આજે ઝી ૨૪ કલાકની ટીમ બાળ મજૂરીનો પર્દાફાશ કરવા માટે જઈ રહી છે.

Dushyant karnal Dushyant karnal | Updated: May 16, 2018, 04:00 PM IST
સરકારના દાવા થયા પોકળ: બાળકો પાસે કરાવાય છે આવું કામ, બોલતો પુરાવો છે આ બાળક

મોરબી: બાળ મજૂરી કરાવવી તે સજાને પાત્ર ગુનો છે તો પણ ખાનગી સંસ્થાઓમાં તેમ નાનામોટા કારખાનાઓમાં નાના બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોય છે જો કે, કોઈ સરકારી જગ્યામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તો તેને કોણ અટકાવશે તે પ્રશ્ન છે. અહી વાત કરી રહ્યા છીએ મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટની કે જ્યાં શહેર ભરમાંથી કચરો આવતો હોય છે તેમાંથી પ્લાસ્ટીક અને ખાતર આગળ કરવા માટેની કામગીરી બાળકો પાસે કરાવવામાં આવે છે. આ વાતના બોલતા પુરાવા સાથે આજે ઝી ૨૪ કલાકની ટીમ બાળ મજૂરીનો પર્દાફાશ કરવા માટે જઈ રહી છે.

મોરબી શહેરના હાલના ૧૩ વોર્ડમાંથી નીકળતા કચરાને પાલિકાના તેમજ કોન્ટ્રાક્ટરના વાહનોમાં ભરીને રફાળેશ્વર ગામ નજીક આવેલ પાલિકાની ડમ્પિંગ સાઈટ ખાતે નાખવામાં આવે છે. જેમાંથી પ્લાસ્ટિક અને ખાતર અલગ કરવાની કામગીરી કરવા માટે પાલિકા દ્વારા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટને કોન્ટ્રકટ દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રકટર દ્વારા કચરામાંથી પ્લાસ્ટિક અને ખાતર આગળ કરવા માટે આદિવાસી મજૂરોને કામે રાખવામાં આવે છે. જો કે, બહારથી આવતા મજૂરોની સાથે તેના બાળકો પણ આવે છે જે ડમ્પિંગ સાઈટ ખાતે જ રહેતા હોય છે તેમની પાસેથી પણ બાળ મજૂરી કરાવવામાં આવે છે.

ભાવનગરની જાનવીએ યોગક્ષેત્રે રોશન કર્યું ભારતનું નામ, બની મિસ યોગીની ઓફ વર્લ્ડ 2018 

પાલિકાની ડમ્પિંગ સાઈટ ખાતે વિઝીટ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું કે, શહેરમાંથી જુદા જુદા વાહનોમાં કચરો લાવીને ડમ્પિંગ સાઈટ ખાતે કચરો ઠાલવવામાં આવે છે તેમાંથી પ્લાસ્ટિક અને ખાતર અલગ કરવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટને કોન્ટ્રકટ દેવામાં આવ્યો છે જેના દ્વારા આ કામગીરી કરવા માટે પરપ્રાંતીય મજૂરોને કામે રાખવામાં આવે છે. જો કે, તેના માટે રહેવાની કે પછી શોચાલય માટેની કોઈ સુવિધા આપવામાં આવતી નથી. જેથી ડમ્પિંગ સાઈટ ખાતે રહેતા નાના મોટા કુલ મળીને ૪૦થી વધુ લોકોને ખુલ્લામાં શોચક્રિયા કરવા માટે જવું પડે છે અને ખાતર બનાવવા માટે જે શેડ બનાવવામાં આવ્યા હતા તેમાં રહેણાંક મકાનની જેમ રહેવું પડે છે. એટલું જ નહિ મજૂરોની સાથે ત્યાં ૨૦ જેટલા બાળકો રહે છે જેના માટે આંગણવાડીની કે પછી બીજી કોઇપણ સુવિધા ત્યાં કોન્ટ્રકટર દ્વારા કરવામાં આવી નથી જેથી બાળકોને ના છૂટકે મોરબી શહેરમાંથી નીકળેલા કચરાની વચ્ચે જ રહેવું પડે છે.

જામનગર હાઇપ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રી: આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજૂર

પાલિકાની ડમ્પિંગ સાઈટના આવતા કચરામાંથી પ્લાસ્ટિક તેમજ ખાતર જુદું કરવાનું કામ રાખનાર કોન્ટ્રકટર તેને બેઠા બેઠા શહેરભરનો કચરો મળી રહે તેમજ પાલિકાની વિશાળ ડમ્પિંગ સાઈટનો ઉપયોગ કરે તેના બદલામાં પાલિકાને મહિને માત્ર ૧૫થી ૨૦ હાજર જેટલી જ રકમ કોન્ટ્રકટર દ્વારા પાલિકામાં દેવામાં આવે છે. જો કે, પ્લાસ્ટિક અને ખાતર અલગ કરવાની કામગીરીથી કોન્ટ્રકટરને જેટલો ફાયદો થાય છે તેટલી સુવિધા ગામથી દુર ડમ્પિંગ સાઈટમાં જ રહેતા મજૂરોને દેવામાં આવતી નથી. એટલું જ નહિ મજૂર ન હોય કે પછી ઓછા હોય તો મજુરના બાળકોને કામે રાખીને પણ પ્લાસ્ટિક અને ખાતર કાઢવાની કામગીરીને ચાલુ રાખવામાં આવે છે.

રાજકોટમાં જાહેરમાં ચા પીતા પહેલાં કરજો સો વાર વિચાર કારણ કે...  

બાળકો ભણે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે જો કે, અમલીકરણના અભાવના કારણે આજની તારીખે મોરબી પાલિકાની જેમ ઘણી જગ્યાએ બાળકો પાસે બાળ મજુરી કરાવવામાં આવે છે તે હકીકત છે ત્યારે નાની મોટી દુકાન કે પછી કોઈ કારખાનામાં બાળકોને કામે રાખીને બાળ મજૂરી કરાવવામાં આવટી હોય તો તેને રોકવા માટે સબંધિત વિભાગના અધિકારીઓ તુરંત ત્યાં પહોચી જાય છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close