CM પહોંચ્યા દિલ્હી: PM સાથે પાણીથી માંડી રાજકીય કટોકટી સુધીનાં મુદ્દે ચર્ચા

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી પરત ફરશે:MPનાં રાજ્યપાલ બનેલા આનંદીબેનને પણ બોલાવાયા

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 13, 2018, 02:25 PM IST
CM પહોંચ્યા દિલ્હી: PM સાથે પાણીથી માંડી રાજકીય કટોકટી સુધીનાં મુદ્દે ચર્ચા

અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસનાં દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થઇતી સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં પેદા થનારા જળ સંકટ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત હાલ ગુજરાતમાં પેદા થયેલ રાજકીય સંકટ મુદ્દે પણ ચર્ચા કરી હતી. મંત્રી મંડળના વિસ્તાર અંગે પણ ચર્ચા થઇ હતી. નરેન્દ્ર મોદીનાં 25 ફેબ્રુઆરીની ગુજરાત મુલાકાત અંગેનાં મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

વડાપ્રધાન બાદ વિજય રૂપાણી ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા માટે નિકળ્યા હતા. અગાઉ તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી ચુક્યા છે. જો કે જેને ખસેડીને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા તે આનંદી બહેન પટેલને હાલમાં મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યા બાદ દિલ્હીની મુલાકાતે આવી પહોંચ્યા હતા.